Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

કોડીનાર જે.એસ.પરમાર કોલેજની ર વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડાલીસ્ટ

કોડીનાર : શ્રી નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ દ્વારા યોજાયેલ પ્રથમ દીક્ષાન્ત સમારોહ માં કોડીનાર જે.એસ.પરમાર આર્ટસ, કોમર્સ કોલેજ સંચાલિત અનુસ્નાતક કેન્દ્ર ગુજરાતી વિષય માં ૨૦૧૭-૧૮ જમાનવડા ગામની મીરલબેન નારણભાઇ ચાવડા અને વર્ષ ૨૦૧૮-૧૯ માં એભલવડ ગામની પાયલબેન બાલુભાઈ ખસિયા યુનિવર્સીટી પ્રથમ આવતા નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ દ્વારા ગોલ્ડ મેડલ આપતા આ બંને વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડાલીસ્ટ થઈ કોલેજ અને તાલુકા નું ગૌરવ વધારવા બદલ સંસ્થાના પ્રમુખ ધીરસિંહભાઈ બારડ અને કોલેજ આચાર્ય બાલુભાઈ બારડ દ્વારા સન્માનિત કરેલ હતા.

(12:00 pm IST)