Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ધોરાજીમાં ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ

ધોરાજીઃ સરકારી હોસ્પીટલ ખાતે આધુનિક ઓકસીજન પ્લાન્ટને ડે. કલેકટર મીયાણીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. સરકારી હોસ્પીટલના અધિકારી ડો. જયેશ વેસેટીયને જણાવેલ કે આ આધુનિક ઓકસીજન પ્લાન હવામાંથી ૧ મીનીટમાં ૨૫૦ લીટર ઓકસીજન ઉત્પન્ન કરશે અને ૩૦ કરતા વધારે દર્દીઓ ઓકસીજન અપાય તેવી વ્યવસ્થા થઈ છે અને વધારે ઓકસીજન માટે અન્ય પ્લાન્ટ ચાલુ છે. ડે. કલેકટર મીયાણી, ડો. જયેશ વેસેટીયન, મામલતદાર કિશોરભાઈ જોલપરા, ડો. રાજબેરા, ડો. પાર્થ મેઘનાથી, ડો. અંકિતાબેન પરમાર, ડો. અંજલીબેન તલરેજા, ડો. ગૌરવ હાપલીયા તથા સ્ટાફ હાજર રહેલ. ઓકસીજન પ્લાન્ટના લોકાર્પણની તસ્વીર

(11:53 am IST)