Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પત્‍નિ સાથે ઝઘડો થતાં શાપરમાં અજયે ફાંસો ખાધો, ખાંભામાં મુકેશે ઝેર પીધું

માતાના વિયોગમાં ગોંડલની મેરાજે ઉંદર મારવાની દવા પીધી

 

રાજકોટ તા. ૧૦: બે અલગ અલગ બનાવમાં શાપરમાં પત્‍નિ સાથે ઝઘડો થતાં યુવાને ગળાફાંસો ખાઇ લેતાં અને લોધીકાના ખાભામાં પણ આવા જ કારણોસર એક યુવાને ઝેર પી લેતાં બંનને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

શાપર મંગલમ પોલીમર્સ પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના અજય બકુલભાઇ ગુપ્‍તા (ઉ.૨૫)એ ગળાફાંસો ખાઇ લેતાં પત્‍નિ જોઇ જતાં દેકારો કરતાં લોકોએ ભેગા થઇ તેને નીચે ઉતારી લીધો હતો અને રાજકોટ ખસેડયો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા છે. પત્‍નિ સાથે નજીવી વાતે ઝઘડો થતાં ફાંસો ખાઇ લીધો હતો. સદ્દનસિબે જીવ બચી ગયો હતો.

બીજા બનાવમાં લોધીકાના ખાંભા ગામે અશોકભાઇ કલાલની વાડીમાં રહી મજૂરી કરતાં એમપીના મુકેશ મંગુભાઇ બધેલ (ઉ.૩૦)ને પણ પત્‍નિ સાથે છોકરાવની તકરારમાં ઝઘડો થતાં ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. ત્રીજા બનાવમાં ગોંડલ વોરા કોટડા રોડ પર આવાસ ક્‍વાર્ટરમાં રહેતી મેરાજ હારૂનભાઇ શાહમદાર (ઉ.૧૮) ઉંદર મારવાની દવા પી જતાં રાજકોટ ખસેડાઇ છે. તે એકની એક દિકરી છે. માતાનું આઠ મહિના પહેલા બિમારથી મૃત્‍યુ થયું હોઇ ત્‍યારથી તે ગુમસુમ રહે છે. માતાના વિયોગમાં આ પગલુ ભર્યાનું પીરવારજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ શાપર, લોધીકા અને ગોંડલ પોલીસને જાણ કરી હતી.

(11:18 am IST)