Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મોરબીમાં મચ્છુ જળ હોનારતની યાદમાં યોજાતી રેલી બંધ :શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે

નગરપાલિકા દ્વારા મણી મંદિર ખાતેના સ્મૃતિ સ્તંભે બપોરે ૦૩ : ૩૦ કલાકે બે મિનીટ મૌન પાળીને પુષ્પાંજલિ અર્પણ કરાશે

મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ ના રોજ આવેલ જળ હોનારત બાદ દર વર્ષે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે જોકે કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે રેલી નહિ યોજાય, સ્મૃતિ સ્તંભ ખાતે મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

 મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની યાદી જણાવે છે કે મોરબીમાં મચ્છુ જળ હોનારત દિન નિમિતે પાલિકા દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે જેમાં નગરપાલિકા દ્વારા મણી મંદિર ખાતેના સ્મૃતિ સ્તંભે બપોરે ૦૩ : ૩૦ કલાકે બે મિનીટ મૌન પાળીને પુષ્પાંજલિ અર્પણ કરાશે મૌન રેલી બંધ રાખવામાં આવશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે

(9:24 pm IST)