Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

મોરબી આરોગ્‍ય કેન્‍દ્રના નવા બાંધકામને મંજૂરી

મોરબી, તા.૧૦: મોરબી જિલ્લાના ૧ પીએચસી કેન્‍દ્ર અને ૧૮ પેટા આરોગ્‍ય કેન્‍દ્રને નવા બાંધકામની મંજૂરી મળતાં મોરબી જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ રાજ્‍ય સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો છે.

મહત્‍વનું છે કે વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી કેન્‍દ્ર તથા માળીયા(મી.) તાલુકાના મોટા દહિસરા,ભાવપર, કુંતાસી, મોટાભેલા, વાધરવા, વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ, રાજાવડલા, અગાશી પીપળીયા, હળવદ તાલુકાના માલણીયાદ, ગાલાસણ, સુરવદર, જુના દેવળીયા, ટીકર-૧, ટંકારા તાલુકાના સાવડી અને મોરબી તાલુકાના આદરણા, લુટાવદર, ભડીયાદ ઘુનડા(સ)ના પેટા આરોગ્‍ય કેન્‍દ્ર ઘણાં સમયથી જર્જરીત હાલતમાં હતા. જેને સરકારમાંથી નવા બાંધકામની મંજુરી માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, ઉપ-મુખ જાનકીબેન કૈલા, અને કારોબારી સમિતિના ચેરમેન જયંતીલાલ ડી. પડસુંબીયા રજૂઆત કરી હતી.

ત્‍યારે આ રજૂઆતના ફળસ્‍વરૂપે એક પી.એચ.સી અને ૧૮ પેટા આરોગ્‍ય કેન્‍દ્રને નવા બાંધકામની મંજુરી મળતાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, આરોગ્‍ય મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી બ્રિજેશ મેરજા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

નિયમિત વીજબિલ ભરતા ગ્રાહકોના ઘરે જઈને સન્‍માન કરાયું

પી જી વી સી એલ મોરબી વર્તુળ કચેરી હેઠળની મોરબી વિભાગીય કચેરી-૧ હેઠળ આવતામોરબી શહેર-૧ પેટા વિભાગીયકચેરી હેઠળ આવતા ગ્રાહકો કે જેઓ દ્વારા ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્‍યાન તેમના વીજબિલની રકમ વીજ બિલ મળ્‍યાના દિવસ ૫ કે તેથી ઓછા દિવસોમાં ભરપાઈ કરેલ હોય અને આ નિયમિતતા સતત એક વર્ષ સુધી જાળવી રાખેલ હોયતેવા કુલ ૬ ગ્રાહકોના ઘરે ઘરે ઢોલ નગારા, ફૂલોના હાર પહેરાવી તથા પુષ્‍પ ગુચ્‍છ સાથે સન્‍માન કરાયું હતું

મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર.વડાવિયા, કાર્યપાલક ઈજનેર પી.પી.બાવરવા, નાયબ ઈજનેર જે. જે. પરમાર તથા કર્મચારીઓ દ્વારા સ્‍થાનિક રાજકીય આગેવાનો કેતનભાઈ વિલપરા, નરેન્‍દ્રભાઈ પરમાર તથા નીતિનભાઈ ભટ્ટાસણા (રવાપર સરપંચ)ને સાથે રાખી આવા ગ્રાહકોના ઘેર જઈ પુષ્‍પગુચ્‍છ તથાશીલ્‍ડ અને સર્ટીફીકેટ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(2:24 pm IST)