Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જુનાગઢમાં મોબાઇલ ફોન ઝુંટવી જનાર ર શખ્‍સો ઝડપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૦: જુનાગઢ વિશાલ ગોકળભાઇ ચાવડા (દરજી)ને માર મારીને મોબાઇલની લુંટ ચલાવનાર ર શખ્‍સોને જુનાગઢ સી ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે.

પોલીસે રફીકશા કરીમશા રફાઇ જાતે ફકીર (ઉ.વ.૩૬) રહે. ડુંગરપુર ટીંબડીયા હાઇસ્‍કુલની બાજુમાં તા.જી.જુનાગઢ મૂળ જુનાગઢ ભારતમીલના ઢોરા ઉપર અને (ર) શબીર ઉર્ફે ફુગ્‍ગો સલીમભાઇ ઠેબા જાતે ગામેતી ઉ.વ.ર૧ રહે. ડુંગરપુર પ્‍લોટ વિસ્‍તાર તા.જી.જુનાગઢ મૂળ જુનાગઢ સુખનાથ ચોક અજંટા ટોકીઝની પાસેની સેમસંગ કંપનીની જે-૭ પ્રાઇમ એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન-૧, હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા.નં. જીજે ૩ર ઇ ૯ર૭ર કિ. રૂા. ૩૦,૦૦૦ સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી જુઁનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક જુનાગઢનાઓની સખત સુચના થઇ આવેલ હોય જેથી જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ  જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. શ્રી જે.જે.ગઢવી તથા પો.હેડ કોન્‍સ. આઝાદસિંહ મુળુભાઇ સીસોદીયા તથા પો.કોન્‍સ. ચેતનસિંહ જગુભાઇ સોલંકી તથા મનહરભાઇ જેરામભાઇ તથા કરણસિંહ દેવાભાઇ ઝણકાંત તથા દિલીપભાઇ બચુભાઇ ડાંગર સહીતના સ્‍ટાફે કરી છે.

(1:15 pm IST)