Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જેતપુર પાસે પોલીસે પીછો કરતા દારૂ ભરેલી કાર રેઢી મુકી ચાલાક છનન...

વિરપુર પોલીસે કારમાં દારૂ પીધેલા જુનાગઢના ૩ શખ્‍સોને ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ કાર અને દારૂનો જથ્‍થો નજરે પડે છેે. (તસ્‍વીર કેતન ઓઝા, જેતપુર)(૬.૨૦)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૦ : તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. જો કે, ચાલક નાસી છુટયો હતો.

તાલુકા પી.આઇ.ટી.બી.જાની સ્‍ટાફના ભુરાભાઇ માલીવાડ, ચેતનભાઇ ઠાકોર, પ્રદિપભાઇ આગેરીયા, હાર્દિકભાઇ ભીંભા, રાજુભાઇ મકવાણા સાથે રાત્રી પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમી મળેલ કે દેવકી ગાલોળ ગામ પાસેથી દારૂની હેરાફેરી થતી હોય ત્‍યાં વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતા અર્ટીંગા કાર નં. જી.જે. ૦૩-જેએ ૮૯૬૧ વાળી કારના ચાલકે ભગાળી મુકતા તેનો પીછો કરવા જતા કાર અવાવરૂ જગ્‍યામાં મુકી નાસી ગયેલ હોય પોલીસે કારની તલાસી લેતા તેમાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૧૬૦ કિ. રૂા.૭પ,૩૦૦ નો મુદામાલ કબજે કરી કારમાં બેઠેલ બે શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ કાગવડના પાટીયા પાસે વિરપુર પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે સ્‍કોડા કાર નં. જી.જે. ૦૩-જેએલ પ૬૭ ને રોકી તપાસ કરતી તેમાં બેઠેલ ત્રણ શખ્‍સો કિશન કોળી, સાવલીયા, મીલન ભનુભાઇ કોરાટ, પુજા દિલસુખ ખાખડાળ (રહે. ત્રણે જોષીપરા જુનાગઢ) પીધેલ હાલતમાં હોય તેની પાસેથી ઇંગ્‍લીશ દારૂની ખુલ્લે બોટલ ૧ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

બાઇકની ઉઠાંતરી

તાલુકાના બાવાપીપળીયા ગામે રહેતા કીરીટભાઇ સવજીભાઇ ગુજરાતી ખારચીયા રોડ પર આવેલ સાડી ધોલાઇના કારખાનામાં કામ કરતા હોય ત્‍યાં મુકેલ બાઇક નં. જી.જ.ે જી૩ એ ૯ ૭૭૦૯ કિ. ર૦,૦૦૦ કોઇ ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ થઇ છે.

(1:14 pm IST)