Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વેરાવળ ભદ્ર વિસ્‍તારમાં અભદ્ર દ્રશ્‍યો સર્જાતા ભારે હોબાળો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: પ્રતિષ્‍ઠીત વ્‍યકતી દ્રારા નાની શાક માર્કેટ પાસે રાત્રીના અંધારામાં નવી દુકાનો બનાવેલ છે તેમાં જઈ મહીલા સાથે અભદ્ર વર્તનના દ્રર્શ્‍યો સર્જાયેલ હતા તેથી ભારે હોબાળો મચેલ હતો પણ બન્‍ને અંધારાનો લાભ લઈને નિકળી ગયેલ હતા.

વેરાવળ પાણીના ટાકાની પાછળ નાની શાક માર્કેટ પાસે શોપીગ સેન્‍ટર માં રાત્રે ૧૦ વાગ્‍યાના અરસામાં ધોર અંધારૂ હોય છે ત્‍યારે પ્રતિષ્ઠીત વ્‍યકિત તેમાં પહોચી ગયેલ હતા અને સમય નકકી કરેલ હોયતે પ્રમાણે મહીલા ને પણ બોલાવેલ હોય બન્‍ને દ્રારા અશ્‍લીલ હરકતો થતી હતી ત્‍યારે અચાનક દુકાન ધરાવનારે લાઈટો ચાલુ કરતા બંને હાફળ-ફાંફળા બની ગયેલ હતા અને સેકેન્‍ડોમાં બીજે રસ્‍તે થી નિકળી ગયેલ હતા પણ નજરે જોનારે આ દ્રર્શ્‍યો જોઈ ગયેલ હોય અને તેમાં  પ્રતિષ્ઠીત વ્‍યકતી મહીલા સાથે આવી હરકતો કરતા હોય તેથી તે પણ આર્શ્‍ચય ચકીત થઈ ગયેલ હતો આ બનાવ ની ભદ્ર સમાજ માં ભારે ટીકા થઈ રહેલ છે.

(1:14 pm IST)