Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જુનાગઢ સહિતનાં શહેરોમાં વિકાસકાર્યોની મંજુરીને આવકારતા પ્રદિપભાઇ ખીમાણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૦ : જૂનાગઢ- શહેરમાં  તથા ગુજરાતના અન્‍ય ત્રણ શહેરોમાં મુખ્‍યમંત્રી શહેરી સડક યોજનાના કામો-આંતરમાળખાકીય વિકાસ કામો-રેલ્‍વે ઓવરબ્રીજના કામો તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના કામો હાથ ધરાશે.

મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજ્‍યની બે મહાનગરપાલિકાઓ અને બે નગરપાલિકાઓ મળી ચાર શહેરોમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજનામાં નગરો-મહાનગરોમાં જનસુખાકારીના કામો ઉપરાંત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના હેઠળના કામો, શહેરી સડકના કામો જેવા બહુવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવે છે. મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં મુખ્‍યમંત્રી શહેરી સડક યોજનાના ૮ કામો માટે રૂ. ૩.રર કરોડની ગ્રાંટ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સરકારના આ નિર્ણયને પ્રદીપભાઈ ખીમાણીએ આવકરેલ છે.

મુખ્‍યમંત્રીશ્રી સમક્ષ આ કામોની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્‍તો ગુજરાત અર્બન ડેવલપમેન્‍ટ કંપની લિ, ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા રજુ કરવામાં આવી હતી.R

(1:11 pm IST)