Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ખંભાળીયામાં જુગાર રમતા ૮ ઝડપાયા

 ખંભાળીયા ધરાનગર બેઠક રોડ જુના પાંજરાપોળ પાસે રહેતા નથુભાઇ નારણભાઇ કાંબરીયા વાળાના પોતાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતા રોકડા કુલ કિ. રૂા.ર૮.૩૦૦ મોબાઇલ ફોન નંગ-૬ કિ. રૂા.૯૦,૦૦૦ તથા એક મો.સા.રજી.નં.જી.જે. રપ.ઇ.૭૪૮પ કિ. રૂા. ર૦.૦૦૦ નો મળી કુલ કિ. રૂ.૧,૩૮,૩૦૦ ના મુદામાલ સાથે (૧) નથુભાઇ નારણભાઇ કાંબરીયા ઉ.૪૯ ધંધો ખેતી રહે. બેઠક રોડ જુના પાંજરાપોર પાસે(ર) માંડણભાઇ માણસુરભાઇ રૂડાચ ઉ.૪૦ ધંધો ડ્રાઇવીંગ રહે. ચોખંડા રોડ, સતવારા વાડી સામે (૩) કાસમભાઇ ઇસમાભાઇ કુરેશી ઉ.૩૬ ધંધો મજુરી રહે નાગરપાડો.(૪) ઇકબાલભાઇ રજાકભાઇ શેતા ઉ.૪૦ ધંધો મજુરી રહે .હજામપાડો (પ) હબીબભાઇ અલુભાઇ રૂઝા ઉ.૩૭ ધંધો મજુરી રહે. સંધી પાડો મદિના મસ્‍જીદ બાજુમાં (૬) સુનીલભાઇ શાંતીલાલ ઉનડકટ ઉ.૩૬ ધંધો મજુરી રહે નવી સતવારા સમાજની વાડી પાસે ધરાનગર (૭) વિજયભાઇ જેસાભાઇ ચાવડા ઉ.૪પ ધંધો વેપાર રહે બંગડી બજાર (૮) ભરતભાઇ કારૂભાઇ ભારવાડીયા ઉ.૧૯ ધંધો વેપર રહે. ચામુડા માતાના મંદિરની બાજુમાં ધરાનગર ખંભાળીયાને ઝડપી લીધા હતા. આ કામગીરી  ઇ.ચા.પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.એ.નઠાકરીયા, પો.હે.કોન્‍સ હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, ખીમાભાઇ કેશુભાઇ કરમુર, પ્રદિપસિંહ શિવાયસિંહ જાડેજા, જેઠાભાઇ સોમાભાઇ પરમાર, દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કાનાભાઇ રાણાભઇ લુણાએ કરી હતી.

(11:56 am IST)