Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

સરધારના ઢાંઢણીમાં દિલીપ કડવાણીની વાડીમાં જૂગારનો દરોડોઃ ૩ પકડાયા, ૪ ભાગ્યાઃ એક કૂવામાં ખાબકયો

ભીમ અગિયારસનું મુહુર્ત સાચવવા બેઠા પણ પોલીસ ત્રાટકતાં ભાગમભાગ થઇ : આજીડેમ પોલીસે રોકડ, વાહનો મળી ૧.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યોઃ અશ્વિન કડવાણી, વિપુલ કડવાણી અને તેનો ભાણેજ ભાગ્યાઃ વિપુલ લીંબડીયા ભાગતી વખતે કૂવામાં પડ્યોઃ બૂમો સાંભળી લોકોએ બચાવી હોસ્પિટલમાં ખસડ્યોં : વાપરમાં રામજી મંદિર પાસે એરપોર્ટ પોલીસનો દરોડોઃ પત્તા ટીચતા પાંચ પકડાયા

ભાગતી વખતે કૂવામાં ખાબકેલો વિપુલ લીંબડીયા : જીવાપરમાંથી જૂગાર રમતાં પકડાયેલા શખ્સો સાથે પોલીસ ટીમ

રાજકોટ તા. ૧૦: ભીમ અગિયારસમાં ઠેકઠેકાણે પત્તા પ્રેમીઓ મુહુર્ત સાચવવા જૂગાર રમવા બેસી જતાં પોલીસે દરોડા પાડ્યા હતાં. જેમાં રાજકોટના સરધાર તાબેના ઢાંઢણી ગામે આજીડેમ પોલીસે દરોડો પાડી ૩ શખ્સોને પકડી લીધા હતાં. ચાર ભાગી ગયા હતાં. જેમાંથી એક ભાગતી વખતે કૂવામાં ખાબકતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો. જ્યારે બામણબોરના જીવાપરમાં એરપોર્ટ પોલીસે દરોડો પાડી પાંચ પત્તા પ્રેમીઓને પકડ્યા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે ઢાં઼ણી ગામે આવેલી દિલીપ ધીરૃભાઇ કડવાણીની વાડીના ઢાળીયામાં જૂગાર રમાઇ રહ્યો છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે વાડી માલિક દિલીપ ધીરૃભાઇ કડવાણી તથા ઢાંઢણીના હંસરાજ દેવરાજભાઇ કડવાણી અને સંજય દેવાભાઇ બાવળીયાને જૂગાર રમતાં પકડીલઇ રૃા. ૧૧૨૬૦ રોકડા અને ચાર વાહનો મળી રૃા. ૧,૨૧,૨૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભાગી ગયેલા શખ્સોમાં અશ્વિન વલ્લભભાઇ કડવાણી (રાજકોટ), વિપુલ પરષોત્તમભાઇ કડવાણી (રાજકોટ) અને વિપુલ લીંબડીયાનો ભાણેજ (રાજકોટ)નો સમાવેશ થાય છે. જ્યારે ચોથો શખ્સ વિપુલ સામતભાઇ લીંબડીયા (ઉ.૩૦-રહે. ઢાંઢણી) ભાગતી વખતે બાજુની ચંપકસિંહની વાડીના કૂવામાં ખાબકી ગયો હતો. અંદર પાણી ઓછુ હોઇ બચી ગયો હતો. પરંતુ ધરબાઇ જવાને કારણે મુંઢ ઇજાઓ પહોંચી હતી. તેણે કૂવા અંદરથી બૂમાબૂમ કરતાં નજીકમાં લોકો સાંભળી જતાં બહાર કાઢી રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારીની સુચના અને પીઆઇ    વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ જી. એન. વાઘેલા, મેહુલભાઇ પંડ્યા સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

જીવાપરમાં દરોડો

અન્ય દરોડામાં જીવાપર ગામે રામજી મંદિરના ચોરા પાસે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પીએસઆઇ વી. સી. પરમારને મળતાં દરોડો પાડી જીવાપરના પુના મેરાભાઇ જાડા, કિશન અમરશીભાઇ ડાભી, રમેશ મોહનભાઇ જાડા, દિલીપ તળસીભાઇ પરમાર અને પરેશ અરજણભાઇ જાડાને પકડી લઇ ગંજીપાના તથા રૃા. ૧૩૫૦૦ની રોકડ કબ્જે લેવાઇ હતી. એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ વી.આર. રાઠોડ, પીએસઆઇ પરમાર, હેડકોન્સ. હેમતભાઇ તળાવીયા, કેશુભાઇ વાજા, મયુરભાઇ પટેલ, મહાવીરસિંહ ચુડાસમા, વિજયભાઇ મકવાણા, યશપાલસિંહ ઝાલા અને ઉમેશભાઇ ચાવડાએ આ દરોડો પાડ્યો હતો.

(10:57 am IST)