Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કોરોના કેસમાં મૃતકોના વારસદારોને વહેલી સહાય ચુકવોઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૯ : જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગયાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે સરકારનો અકસ્‍માત કે અન્‍ય કિસ્‍સામાં ૪ લાખ રૂા.ની સહાય આપીને મૃત્‍યુ પામનારના પરિવારને મદદરૂપ થવાનો નિર્ણય પ્રસંશાપાત્ર અને આવકાર દાયક છે. પરંતુ કોરોનામાં અવસાન પામનારના વારસદારોને રૂપિયા પ૦,૦૦૦ ની સહાય ઘણી જ ઓછી રકમ ગણાય.

કોરોનાના વેવમાં મૃત્‍યુ પામનારાની સંખ્‍યા ઘણી જ હતી. આશરે આ વાતને એકાદ વરસથી વધારે સમય થયો છે પરંતુ હજુ સુધી સહાય આપવા ના મંજુર થયેલાં કેસોની રૂા.પ૦,૦૦૦ ની સહાય ગ્રાન્‍ટના અભાવે ચૂકવાઇ નથી એવા ઘણા કેસો બાકી છે એવું જાણવા મળેલ છે.

ધારાસભ્‍યો કે મોટા પગારદાર અધિકારીઓને નાણાં મોડા ચુકવાય તો વાંધો આવે નહીં પરંતુ નાના કર્મચારી, ફીકસ પગારવાળા નોકરીયાત, વિધવા સહાય, વૃધ્‍ધ પેન્‍શન યોજનાની સહાય તથા કોરોનાના સમયમાં મૃત્‍યુ પામેલાના વારસદારોને ગ્રાન્‍ટના અભાવે સહાય ચુકવવામાં વિલંબ થાય તે વ્‍યાજબી નથી. વહેલીતકે આવી રકમ ચુકવાય જાય તે માટે સરકાર ગ્રાન્‍ટની ફાળવણી કરે  તેવી માંગણી ભીખાભાઇ બાંભણીયાએ કરી છે.

(2:22 pm IST)