Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મોરબી જિલ્લામાં દ્વિચક્રિય વાહનો માટે જી.જે.૩૬-કે સીરીઝ શરૂ થશે

મોરબી તા. ૧૦ : પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, મોરબી દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા. ૨૩-૦૨-૨૦૧૮ ના રોજ જીજે ૩૬ કેઙ્ગ ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. તા.૦૯-૦૨-૧૮ થી ૨૦-૦૨-૧૮ સુધી http://parivahan. gov.in/fancy પરઙ્ગ મળેલ ઓનલાઇન અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે. મળેલ અરજીઓના વર્ગીકરણનું લિસ્ટ તા.૨૩.૨.૨૦૧૮ના રોજ નોટિસબોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. તા.૨૧-૦૨-૧૮ સવારે ૯ કલાક થી તા. ૨૩-૦૨-૧૮ના સાંજના ૧૭ કલાક સુધી ઇ-ઓકશન ચાલુ રહેશે. આ તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં.

વાહન સોફટવેરમાં પસંદગી નંબરની રસીદ ઇશ્યુ થયાની તારીખના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા બાદ કોઇ પણ પ્રકારનો સુધારો ન થઇ શકતો હોવાથી વાહન માલિકોએ વાહન નંબર, ચેસીસ નંબર, તથા રકમની ખરાઇ કરી તે જ દિવસે લેવાની રહેશે. તથા તે અંગે કંઇ ભૂલ હોય તો તેની જાણ તે જ દિવસે અધિકારીને નહીં કરવામાં આવે તો તે પછી રસીદમાં કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં. ઇઓકશનની પ્રક્રીયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવાપાત્ર થતી રકમ દિવસ પાંચમાં ઇ-પેમેન્ટ દ્વારા ભરણું કરવાનું રહેશે.

મેઇન બજારમાં ઉંચા બિલ્ડીંગની મંજૂરીમાં પાલીકાની મિલી ભગત

મોરબીઙ્ગઙ્ગશહેરની અંદર ગીચ વિસ્તાર પરાબજાર મેઈન રોડ ગણાય છે ત્યાં દુકાનોના પાચ-પાચ માળાના બિલ્ડીંગો આવેલ છે કુદરતી આફત થાય તો જાનહાની થાય તથા નિર્દોષ માણસોને પણ જાનહાની થઇ શકે છે તો આવા બાંધકામની મંજુરી કોના દ્વારા આપવામાં આવેલ ? તેવા સવાલો પણ ઉઠ્વ્યા છે. તેમજ સવાલ કરવામાં આવ્યો છે કે આ મંજુરી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ છે કે નહિ અને જો આપવામાં આવેલ ન હોય તો ગેરકાયદેસર બાંધકામ અટકાવવા જોઈએ.પરાબજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે અને આવામાં આડેધડ મંજુરી નગરપાલિકાની મિલીભગત હોય તેવું જણાઈ રહ્યું છે તો શું ઉચ્ચ અધિકારીને ખબર નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.અંતે સામાજીક કાર્યકર રાજુભાઈએ જીલ્લા કલેકટરને આ બાબતે યોગ્ય તપાસ કરવા માટે વિનતી કરી છે.

સ્વદેશી જાગરણ પરિસંવાદ

સ્વદેશી જાગરણ મંચની મોરબી શાખા દ્વારા આવતીકાલે સરસ્વતી શિશુ મંદિર શાળા, નવા બસ સ્ટેશન સામે રાત્રીના ૯ થી ૧૦ૅં૩૦ દરમિયાન સ્વદેશી જાગરણ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.ઙ્ગ

જેમાં રાજકોટના સામાજિક કાર્યકર્તા યોગેશભાઈ ભટ્ટ તથા સ્વદેશી જાગરણ મંચના સહ ક્ષેત્ર સંયોજક રમેશભાઈ દવે  ઉદભોદન કરશે. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સ્વદેશી જાગરણ મંચ મોરબીના સંયોજક જીગ્નેશભાઈ સાણંદિયા તથા સંરક્ષકમહેશભાઈ ભોરણિયાએ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(12:45 pm IST)