Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કાનાલુસ સુધી રેલ્વે ટ્રેકસ ડબલ કરી ઉદ્યોગગૃહને ફાયદો કરાવવાની નિતી...

જામનગર જિલ્લા કોંગ્રેસ સમીતીએ મંજુરી સામે તાકયુ તીરઃ સરકારને ગણાવી ઉદ્યોગપતિઓની હિતકારક

જામનગર, તા., ૧૦: કેન્દ્રીય બજેટમાં રાજકોટથી કાનાલુસ સુધી ૧૧૧.ર૦ કિ.મી.ના રેલ્વે ટ્રેકને ડબલ કરવાની મંજુરી આપી છે. ત્યારે ખરેખર કાનાલુસ રેલ્વે સ્ટેશન સુધી જ કેમ? ખંભાળીયા સુધી કે દ્વારકા સુધી કેમ નહી? ફકત અને ફકત મહાકાય રીફાઇનરી પ્રોજેકટ માટે જ ટ્રેકને ડબલ કરવામાં આવ્યો હોવાથી જામનગર જિલ્લા કે યાત્રાધામ દ્વારકાના કોઇ નાગરીકને લાભ નહિ મળે તેવો જામનગર જિલ્લા કોંગ્રેસ સમીતીએ વસવસો વ્યકત કર્યો છે.

આ અંગે પ્રવકતા ભરતભાઇ વાળાએ આક્ષેપભેર નિવેદનમાં કહયું છે કે, પ્રજાલક્ષી કામ કરવાને બદલે ઉદ્યોગપતિઓનું હિત હૈયે રાખનાર ભાજપ સરકાર જનતાને ઉલ્લુ બનાવે છે. કાનાલુસ રેલ્વે સ્ટેશન ઉપર કોઇ પેસેન્જરનો એટલો બધો ઘસારો તો છે નહી કે તે સ્ટેશન સુધી ડબલ ટ્રેક કરવાની જરૂર પડે. ડબલ ટ્રેક ચોક્કસ ઉદ્યોગગૃહને ફાયદો કરાવવા માટે જ મંજુર કરવામાં આવલ હોય, જો જનતાની સુખાકારી માટે ડબલ ટ્રેક કરવો હોય તો દ્વારકા સુધી લંબાવવો જોઇએ.

(12:42 pm IST)