Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ભાવનગરમાં ગોહિલવાડ વાળંદ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો

ભાવનગર : ગોહિલવાડ વાળંદ સમાજ દ્વારા ભાવનગર ખાતે કન્યા છાત્રાલયના લાભાર્થે સમગ્ર વાળંદ સમાજના સમુહ લગ્નોત્સવ અને અધિવેશન ના કાર્યક્રમનુ ભવ્ય આયોજન પરેશભાઈ ચૌહાણ, મનહરભાઈ રાઠોડ, રાજુભાઇ પરમાર, સતીષભાઈ ચૌહાણ અને કારોબારીના સભ્યોના અથાગ પ્રયત્નોથી સમૂહ લગ્નોત્સવ અને તથા યુવાનોના બ્લડ ડોનેશનનું આયોજન થયું હતુ. આ કાર્યક્રમ હેમરાજભાઈ પાડલીયા ના પ્રમુખ સ્થાને યોજાયો હતો સમાજ ના દસ હજાર લોકોની હાજરીમાં આ અતિ ભવ્ય કાર્યક્રમમાં એક ઠરાવ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા મુકવા માં આવ્યો હતો કે વાળંદ સમાજ અનાદિકાળ થી વૈદિક વિજ્ઞાન જાણતા હતા. અને વૈધ તરીકે ઓળખાતા હતા.અને ઋષિ ના પુત્ર હોવા ના નાતે સમાજ માં ઋષિ પુત્ર તરીકે ઓળખાતા હતા. હવે સમગ્ર સમાજ ને પુનઃ આ ગૌરવશાળી નામ આપવા નો એક ઠરાવ સમારંભ ના અધ્યક્ષ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા રજુ કરવા માં આવ્યો હતો. આ સંમેલનમાં ગુજરાત ભરના રત્નો ની ઉપસ્થિતિ અને સમાજના શ્રી હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયા સાહેબ કે જેઓ સમગ્ર સમાજને આહવાહન કરેલ.

સમાજની આગવી ઓળખ ઋષિવંશી સમાજ બનાવવા માનનિય શ્રી હેમરાજભાઈ પાડલીયા સમાજની વિવિધ સંસ્થાઓના સ્થાપક ની બુલંદ ઘોષણા સાથે સમાજના નવસર્જન, સમાજ ઘડતર અને સમાજના દરેક વર્ગને સમાજના ઉત્કર્ષના કર્યો, સ્વાભિમાની અને જાગૃતિ કેળવવા એક મંચ મળે એ માટે વિવિધ સંઘની યોજનાઓ અને યુવાનોના જોશ સાથે જોડાવાની તેમજ દરેક વ્યકિત એક સ્વયં સેવક બની સમાજને સ્વાભિમાન સાથે ગૌરવ અનુભવાય એ માટે વિવિધ સંઘોની સ્થાપના હેમરાજભાઈ પાડલીયાએ ઘોષિત કરી જેમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ, સમાજના કુળદેવી શ્રી લીમ્બચ ભવાની માતા હોય. અખિલ ગુજરાત શ્રી લીમ્બચ ભવાની સેના, તેમજ ઋષિવંશી સૌંદર્ય સર્જક સંઘ, ધનવંતરી પંચકર્મ વિદ્યાલય, તેમજ શ્રી માં લીમ્બચ ધામ દ્વારા સમાજના દરેક વર્ગના એકત્રીકરણ ના વિવિધ આયામો દ્વારા આ મહાન યજ્ઞમાં પોતાના ભાઈચારા અને એકતાના સુત્રોને સાર્થક કરવા કટિબધ્ધ થયા, મહાન ઋષિઓનો આ દેશ ભારતના ઇતિહાસમાં સમાજની ઓળખના નવા રૂપ રંગ ભાવનગર શહેર ફરી યજમાન પદ સ્વીકારેલ. ભાવનગર સંસ્કાર નગરીથી પ્રચલિત નેક નામદાર શ્રી રાઓલ કૃષ્ણ કુમાર સિંહજીએ ભારતના ઇતિહાસમાં નવો અધ્યાય રચેલો, તેમજ ભારતના રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થળ પોરબંદર હોય અને ભારત માંથી અંગ્રેજી શાસન માંથી મુકત કરાવેલ એવીજ રીતે સમાજના હેમરાજભાઈ પાડલીયા પણ એક રૂપના ધરાવતા પોરબંદરની જન્મભૂમિ ધરાવે છે. આ એક સંજોગ છે. સમાજને અને શહેરને ફરી ભારત માતાના ઈતિહાસમાં વાણંદ સમાજને ઋષિવંશી સમાજની ઓળખ આપવા વચન આપતા શહેરનો ઈતિહાસ ફરી રચી રહ્યા છે. જેમાં સમાજના દરેક વર્ગના લોકો સમાજના  હેમરાજભાઈ પાડલીયાના આહવાહન ને સ-શબ્દ સ્વીકારી સ્વયં એક સ્વયં સેવક બની આ મહાન વિચારને સ્વિકારી રહ્યા છે. જેમાં ( અમદાવાદથી સુરેશભાઈ સીંશાગીયા, પશ્ચિમ ગુજરાતથી દીલીપભાઇ વાઘેલા , દક્ષીણ ગુજરાતથી ડો. એ. એન. નાઈ, નાની ૬૬ સમાજ  ગોવિંદભાઈ માતાજી, મધ્ય ગુજરાતથી નગીનભાઈ વાળંદ, ભગવાનદાસ વિઠ્ઠલાપરા, સૌરાષ્ટ્ર ઝોનથી રતિભાઈ સુરાણી , ગાંધીનગરથી નીકુલભાઈ વાઘેલા , ધર્મેશભાઇ કારેલીયા અને રાજુભાઇ પરમાર)તોએ સમાજના ગુજરાત બહારના આગેવાનો સહીત ઋષિવંશી સમાજ તરીકે સમાજને ઓળખાવવો તે મંતવ્યને જબરજસ્ત સમર્થન આપેલ અને આ ઠરાવ ને સમગ્ર ભાવનગર સમાજ તથા પધારેલા સમાજના દરેક ભાઇઓ અને બહેનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો અને બન્ને હાથ ઊંચા કરીને સંમતિ આપી હતી અને ભાવનગર સમાજ હવેથી ઋષિવંશી તરીકે ઓળખાશે એવું નક્કી થયું છે.

(11:33 am IST)