Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ગોંડલના ઉમવાડામાં જાનના સામૈયામાં બે પરીવારો વચ્ચે ધોકા-પાઇપ ઉડયાઃ ૪ર સામે સામસામી ફરીયાદ

ડીજેની ધુન વચ્ચે ચાલતા રાસમાં છેડતીના મામલે બઘડાટી બોલીઃ સોનાના ચેઇન લુંટાયાની પોલીસમાં ફરીયાદ

ગોંડલ, તા., ૧૦: ગોંડલ તાલુકાનો ઉમવાળા ગામે ગત રાત્રીના ખાંટ પરીવારના જાનના સામૈયામાં ડીજેની ધુન વચ્ચે બે પરીવારો વચ્ચે ઝઘડો થતા મારામારી થવા પામી હતી બંન્ને પક્ષ દ્વારા ૪૩ વ્યકિતઓ સામે સામસામી સોનાના ચેન અને છેડતીની ફરીયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તાલકુાના ઉમવાળા ગામે રહેતા રંજનબેન રમેશભાઇ પીપળીયા ખાંટ અને અર્જુનભાઇ હીરાભાઇ લાલકીયા પરીવાર વચ્ચે જાનના સામૈયામાં વાગી રહેલી ડીજેની ધમાલમાં બોલાચાલી થતા ઝઘડો મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં રંજનબેન દ્વારા પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરપાલસિંહ જાડેજા, સહદેવ જાડેજા, રાજુ સોલંકી, મનસુખ પીપડીયા સહીતનાઓ સામે પુત્રવધુની છેડતી તેમજ ધોકા પાઇપ વડે મારમારી અને બે તોલા સોનાના ચેનની લુંટની ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જયારે અર્જુેન હીરાભાઇ લાલકીયા દ્વારા કૌશીક પીપળીયા, કરણ મકવાણા, જીગ્નેશ પીપડીયા સહીતના ૧ર જેટલા વ્યકિતઓ સામે માર મારી અંગુઠામાં ફ્રેકચર કરી બે તોલા સોનાના ચેનની લુંટ કરવામાં આવી હોવાની ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસના પીએસઆઇ ગોંડલીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બંન્ને પક્ષના લોકો સામે આઇપીસી ૩૯પ, ૩ર૪, ૩પ૪, ૩ર૩, પ૦૪, પ૦૬, પ૦૪ જીપી એકટ ૧૩પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જાનના સામૈયામાં ડીજેની ધુન વચ્ચે ચાલતા રાસમાં છેડતીના પ્રશ્ને ઝઘડો થયા બાદ સામસામા પાઇપ-ધોકા ઉડયા હતા. રંજનબેન દ્વારા ૩૦ વ્યકિતઓ સામે અને અર્જુનભાઇ લાલકીયા દ્વારા ૧ર વ્યકિતઓ સામે હુમલો -છેડતી અને લંુટની સામસામી ફરીયાદો થઇ છે. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)