News of Friday, 9th February 2018

ઓડિયો કલીપ વાયરલ પ્રકરણઃ સિક્કાના પીએસઆઇ જે.કે.મોરીની બદલીઃ સતવારા સમાજની બુલંદ માંગણી બાદ નિર્ણય

જામનગર તા.૯: જામનગર જીલ્લાના સિક્કાના પીએસઆઇ જે.કે.મોરીએ સતવારા મહિલા સાથે અયોગ્ય વર્તન કરતા તેની ઓડિયો કલીપ વાયરલ થયા બાદ સતવારા સમાજ દ્વારા પીએસઆઇ જે.કે.મોરી સામે પગલા ભરવા પ્રબળ માંગ ઉઠી હતી જેથી જીલ્લા પોલીસવડા શ્રી પ્રદિપ સેજુલે સિક્કાના પી.એસઆઇ જે.કે.મોરીની તાત્કાલીક બદલી કરીને તેમને હેડ કવાર્ટર બોલાવી લેવાયા છે.

જયારે તેમના સ્થાને પીએસઆઇ શ્રીગઢવીને સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

આજે જામનગર ખાતે સમસ્ત સતવારા સમાજ જામનગરના હોદ્દેદારો, મહિલા, પુરૂષોએ જીલ્લા પોલીસવડાને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવીને જામનગર જીલ્લાના આમરા ગામના સતવારા સમાજના જયશ્રીબેન ધારવિયા સાથે અયોગ્ય વર્તન કરનાર પીએસઆઇ સામે પગલા ભરવા ઉગ્ર માંગ કરી હતી.

(4:20 pm IST)
  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST

  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST