Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

જામનગરમાં મહિલા સાથે અભદ્ર વર્તન મામલે મોરબી સતવારા યુવા સંગઠન દ્વારા આવેદન

મોરબી તા. ૯ : તાજેતરમાં સોશિયલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ  સિક્કા ગામે પોલીસ સ્ટેશનમાં મહિલાને પોલીસ અધિકારી દ્વારા ગાળો આપવામાં આવેલ તે મામલે ઠેર-ઠેર સતવારા સમાજ દ્વારા આવેદન આપીને પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે તો મોરબી સતવારા યુવા સંગઠન દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમજ મહિલા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર અધિકારી સહિતના કર્મચારીઓ પર મહિલા આયોગમાં ધડવામાં આવેલ કર્યદા મુજબ યોગ્ય કાર્યવાહીની પણ માગ કરવામાં આવી છે.

ખનીજને લગતા વાહનોનું રજીસ્ટ્રેશન ફરજીયાત

મોરબી જીલ્લાના તમામ લીઝધારકો, સ્ટોકધારકો, ખનીજ વહન/ખાણકામ માટે વપરાશ કરતા મશીનરીના માલિકો, ટ્રાન્સપોર્ટર, ખનીજ વેપાર સાથે સંકળાયેલ વેપારીઓને ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ–૨૦૧૭ હેઠળ ખનીજ ખોદકામ, વહન, સંગ્રહ માટે વપરાશ કરતા પ્રત્યેક મીકેનાઇઝ મશીનરી જેવી કે જે.સી.બી., હિટાચી મશીન, લોડર, યાંત્રિક નાવડીઓ, બાર્જ, ડ્રેજર, ક્રશીંગ પ્લાન્ટ, કોમ્પ્રેશર, બ્રેકર, ક્રેન, ખનીજ વહન કરતા વાહનો આ તમામનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું જરૂરી હોઈ તમામને તેઓનું જરૂરી રજીસ્ટ્રેશન મોરબી ખાતે આવેલ કચેરીમાં કરવાનું રહેશે.

ખેલાડીઓને પોરબંદર હોસ્ટેલમાં રહેવા માટે કસોટી યોજાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગરનાં નિયંત્રણ હેઠળ ક્રિકેટ રમતની હોસ્ટેલ પોરબંદર ખાતે ખેલાડીઓને પ્રવેશ આપવા મોરબી જિલ્લાના ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની કસોટીનું આયોજન તારીખ ૧૫ નાં રોજ સવારે ૮.૩૦ વાગ્યે, એકસેલ ક્રિકેટ એકેડેમી, રવાપર-ઘુનડા રોડ ખાતે રાખેલ છે. આ કસોટીમાં ૧૦ થી ૧૫ વર્ષ (પ્રત્યેક વર્ષનાં ૩૧/૧૨ ની સ્થિતિએ) સુધીના વય મર્યાદા ધરાવતા ખેલાડી કસોટી આપવાને પાત્ર રહેશે. ઉપસ્થિત રહેનાર ખેલાડીઓએ સ્પોર્ટ્સ કિટમાં તેમજ જરૂરી ડોકયુમેન્ટ સાથે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી નો સંપર્ક કરવા જિલ્લા રમત–પ્રશિક્ષણ કેન્દ્ર યાદીમાં જણાવાયું છે.

સત્ય સાઇ સ્કૂલને શ્રેષ્ઠ શાળા એવોર્ડ

પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ સત્ય સાઈ સ્કૂલ દ્વારા માળિયા તાલુકાની ખેલ મહાકુંભ સ્પર્ધા -૨૦૧૭ માં ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં શાળાને રમત ગમત વિભાગ તરફથી શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ તથા રૂ.૨૫૦૦૦ રકમનું ઇનામ આપવમાં આવ્યું છે.(૨૧.૧૮)

(12:39 pm IST)
  • સીરિયાએ ઇઝરાયલનું ફાઇટર જેટ હવામાજ ફૂકી માર્યું : વળતા જવાબમાં ઇઝરાયેલે સીરિયા પર મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા : ઇઝરાયલના લશ્કરી પ્રવક્તા જોનાથન કોનરીક્સ અનુસાર દમાસ્કસની નજીકના ચાર ઈરાનિયન લક્ષ્યાંકો ઇઝરાયલે ફૂંકી માર્યા છે. access_time 7:35 pm IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST

  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST