Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નાની વયે સરપંચ પદે ચુંટાઇ સાવરકુંડલાના જાબાળ ગામને વિકાસની રાહ દેખાડી ગામને નંદન બનાવતા યુવા સરપંચ ભુપેન્દ્ર ખુમાણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૯ : જાબાળ ગામને વિકાસ નો રસ્તો કન્ડોરી ગામની શકલ ફેરવી નાખનાર સૌથી નાની વયના સરપંચ ભુપેન્દ્ર ખુમાણ સેવા ભાવિ યુવક તરીકે ની છાપ ધરાવે છે નાનકડા ગામ જાબાળના તમામ રસ્તાને પેવર બ્લોકથી મઢી દીધા ગામમાં પીવાના પાણીની સમસ્યાને હલ કરી સરકારશ્રીમાંથી ગામની શાળાને આધુનિક બનાવી દીધી તેમજ ગ્રામ્ય જનોનું હેલ્થનું ખાસ ધ્યાન રાખી તમામને મફત ઈલાજ મળી રહે તે વ્યવસ્થા કરી ૧૦૦ ટકા રસી કરણ કોરોના માં કરી દેનાર આ યુવા સરપંચ ફરી જીત તરફ જઈ રહ્યા છે સાથે સાથે સંતો મહંતોના આશીર્વાદ તેમજ તેમના પિતા શ્રી નિમબાપુ ખુમાણ અને ભયલુંભાઈ ખુમાણની આગેવાની તળે અને હાલ ફરી જીત તરફ જઈ રહ્યા.છે ત્યારે લોકો વિકાસને વળગીને ફરી ભુપેન્દ્ર ખુમાણને ચુટી કાઢશેનું ગ્રામ્ય જનોમાં ચર્ચા ઇ રહ્યું છે.

(10:13 am IST)