Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

માળીયા (મી) પંથકનો બુટલેગર પાસા હેઠળ જેલહવાલે.

માળીયા (મી.) પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહીબીશન ગુન્હામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલી દેવાયો છે.
બુટલેગર દશરથસિંહ ઉર્ફે દશુભા મનહરસિંહ ઉર્ફે સુખુભા જાડેજા (ઉ.વ.૨૪ ) (રહે.વિવેકાનંદનગર, મોટા દહીસરા ગામ) વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીએ આ શખ્શને પાસા તળે અટકાયત કરવા હુકમ કરતા માળીયા મી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

(10:18 pm IST)