Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સાવરકુંડલાઃ વૃંદાવન ગ્રુપ લીલીયા દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરીયાનું સન્‍માન

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લા લીલીયા તાલુકા ખાતે લીલીયાને લીલુંછમ બનાવવાનાં સંકલ્‍પ સાથે વૃંદાવન સેવા ગ્રુપ દ્વારા સદભાવના વળધ્‍ધાશ્રમ રાજકોટ સથવારે વળક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્‍યો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનો સન્‍માન સમારોહ કાર્યક્રમનું વળંદાવન ગ્રુપ લીલીયા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું આ તકે જાણીતા ઉદ્યોગપતિ અને પ્રકળતિ પ્રેમી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયાનું વિશિષ્ટ રીતે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ તકે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઈ ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સદસ્‍ય શ્રી ભિખાભાઈ ધોરાજીયા, પૂર્વ મહામંત્રી શ્રી હસમુખભાઈ હપાણી, અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકના વોઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બાહદુરભાઈ, વેપારી એસોસિયેશન પ્રમુખ શ્રી કેપ્‍ટન સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં અને આ કાર્યક્રમનું આયોજન વળંદાવન ગ્રુપના પ્રમુખશ્રી ઘનશ્‍યામભાઈ બારૈયા તથા ભરતભાઈ શેખલીયા, ડોક્‍ટર જયંતીભાઈ કુંભાણી, મગનભાઈ શિંગાળા, કમલેશભાઈ અગ્રાવત,દિલીપભાઈ શેખલીયા સહિતના સાથી મિત્રો દ્વારા કરવામાં આવ્‍યું હતું. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ સુરેશભાઈ પાનસુરીયા જણાવવામાં આવ્‍યું હતું કે સૌ સાથે મળી અને આ લીલીયા ને લીલુંછમ બનાવવાનાં સંકલ્‍પ સાથે વળંદાવન સેવા ગ્રુપ દ્વારા આ વળક્ષારોપણ નું વાવેતર કરવામાં આવ્‍યું છે તો આ વળક્ષોનું જતન કરવું. તમારી ને મારી સૌની નૈતિક ફરજ છે તો આવો સાથે મારી આ સેવાય એકદમ સહભાગી બની અને વળક્ષનો ઉછેર કરીએ.(તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરીઃ સાવરકુંડલા)

(1:34 pm IST)