Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ધોરાજી ખાતે VYO ગ્રુપ.દ્વારા જરૂરિયાત મંદ ગરીબ પરિવારને રાસન કીટ વિતરણ કરાઈ.

ધારાસભ્ય લલિત વસોયા પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ સહિત મહાનુભાવોના હસ્તે રાસન કીટનું વિતરણ કરાયું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર VYO સંસ્થાના વડા પરમ પૂજ્ય વ્રજરાજજી મહોદય શ્રી દ્વારા ચાલતી વી. વાય. ઓ. સંસ્થાની ધોરાજી સંસ્થા દ્વારા દર મહિને નબળા અને આર્થિક પછાત પરિવારોને દર મહિને રાશનકીટ આપવામાંઆવે છે.
જેના ભાગરૂપે ધોરાજીના રામ મંદિર ચોક ખાતે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા  પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ VYO સંસ્થા ધોરાજીનાઅગ્રણી સેવાભાવી પી. સી. ગુંદણીયા,બાબુભાઇ જાગાણી (એડવોકેટ,) પ્રવીણભાઈ ઘોડાસરા અશોકભાઈ હિંસુ, અતુલભાઇ જાગાણી યુવા પ્રમુખ રિધમ બાબરીયા જગદીશભાઈ જાગાણી હસમુખભાઈ જાગાણી સહિત સેવાભાવી યુવાનો દ્વારા ધોરાજી માં દર મહિને એક માસ ચાલે તેટલા પ્રમાણમાં રાશનકીટ નું વિતરણ  કરવામાં આવ્યું હતું.
આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ ધોરાજી vyo ગ્રુપ નું સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી

(6:58 pm IST)