Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

જસદણના કડુકા ગામે જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઇ હેરભાએ પોતાના ખેતરમાં ૫૦૦ વૃક્ષો વાવ્યા

૫૦૦ વૃક્ષોનો ઉછેર કરી ઓકિસજન પાર્ક બનાવવામાં આવશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૮ : કોરોનાની બીજી લહેરમાં લોકોનું ઓકિસજન લેવલ ઘટી જતાં ઓકિસજનના બાટલાથી સારવાર લેવી પડતી હતી.આ મુશ્કેલી ફરી કયારેય ન સર્જાય અને પર્યાવરણનું ઓકિસજન લેવલ જળવાય રહે તે માટે પોતાની વાવણી લાયક જમીનમાં ૫૦૦ (પાંચ સો ) વૃક્ષોનું વૃક્ષરોપણ કરી તેનો ઉછેર કરવામાં આવશે વૃક્ષો દ્વારા આવનારા સમય માં ઓકિસજન ઉપરાંત , સરસ મજાનો ટાડો છાંયડો,ફળ ફૂલ, ઔષધિ આપશે અને હરિયાળી લહવરાવશે તેવું અંતમાં હરેશભાઈ જણાવેલ. આ તકે ભાજપ અગ્રણી ચેતનભાઈ પંચોલી, હિરેનભાઈ પંચોલી, પ્રદીપભાઈ પંચોલી દ્વારા નવ નિયુકત પ્રમુખ હરેશભાઇ હેરભાના પ્રકૃતિ પ્રેમ ને બિરદાવતા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(11:56 am IST)