Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વાંકાનેરમાં ભાજપ દ્વારા 'સેવા કેન્દ્ર' કાર્યલય ખુલ્લુ મુકતા કેશરીદેવસિંહ ઝાલા

સકારની યોજનાના ફોર્મ વિનામુલ્યે અપાશે

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮ :.. શહેરના ડો. આંબેડકરનગર મેઇન રોડ ઉપર જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવા અને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ અભણ અને અજાણ લોકોને મળી રહે તે માટે 'સેવા કેન્દ્ર' કાર્યરત કરવામાં આવ્યું છે. આ 'સેવા કેન્દ્ર' ને વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

આ ઉદઘાટન પ્રસંગમાં પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઇ કાકરેચા, રસીકભાઇ વોરા, ગાંડુભાઇ ધરજીયા ગુજરાત રાજય માટીકામ કલાકારી બોર્ડના પૂર્વ ડીરેકટર સુરેશભાઇ પ્રજાપતી, અમરશીભાઇ મઢવી, અપ્રુભાઇ કાકારાણી શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, સેવા કેન્દ્રમાં સેવા આપનાર મુળજીભાઇ ગેડીયા, મનુભાઇ સારેસા, ગજેન્દ્ર રાઠોડ, રઘુરાજસિંહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.

કુંભારપરા ચોકમાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર બાદ સેવા કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવેલ શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવીએ જણાવેલ કે સરકારશ્રીની જુદી જુદી યોજના જેવી કે વૃધ્ધ પેન્સન, વિધવા સહાય આવકના દાખલા, જાતીના દાખલા, આવાસ યોજનાના ફોર્મ વિગેરે લાભાર્થીઓને આ સેવા કેન્દ્ર ઉપરથી વિનામુલ્યે ફોર્મ ભરી અપાશે જરૂરી માર્ગદર્શન પણ અપાશે. શ્રી કેશરીદેવસિંહજી ઝાલાએ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા, વેકસીન લેવા અનુરોધ કર્યો હતો.

(11:54 am IST)