Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વિંછીયાના અમરાપુર ગામે દારૂ પી આવવાની ના પાડતા પિન્ટુ કોળી ઉપર કુહાડી-લાકડીથી હૂમલો

જગુ ખાચર તથા બે અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ૮ :.. વિંછીયાના અમરાપુર ગામે દારૂ પી આવવાની ના પાડતા કોળી યુવાન ઉપર ત્રણ શખ્સોએ કુહાડી - લાકડીથી હૂમલો કર્યો હતો.

અમરાપુર ગામે રહેતા પિન્ટુ પુનાભાઇ વાસાણી કોળી (ઉ.વ.૩૦) ઉપર તે જ ગામના જગુ વિકુભાઇ ખાચર તથા આંકડીયા ગામના બે અજાણ્યા શખ્સોએ કુહાડીના બુધરાટા અને લાકડીથી હૂમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પિન્ટુએ આરોપી જગુને દારૂ પી બસ સ્ટેન્ડે ન આવવાનું કહેતા જગુ સહિત ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ હૂમલો કર્યો હતો.

આ અંગે ઉકત ત્રણેય શખ્સો સામે ફરીયાદ થતા વિંછીયાના હેડ કો. અનીતાબેન એસ. મેરએ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)