Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

હળવદ જીઆઇડીસીમાં ઘાસ સળગાવતા સાત ઝુંપડા ભસ્મીભૂત

શ્રમિક પરિવાર મીઠાના કારખાનામાં કામે ગયો હોવાથી જાનહાની ટળી : મરણમૂડી સ્વાહા

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૮: જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાકટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા.આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઝૂંપડામાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવે તે પહેલાં તમામ ઘરવખરી આગમાં નાશ પામતા શ્રમિકોનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું.શ્રમિક મહિલાઓએ થોડા ઘણા બચાવીને રાખેલા રૂપિયા અને દર દાગીના સહિત તમામ ઘરવખરી આગમાં બળીને ભસ્મીભૂત થઈ જતા રાડારાડી કરી મૂકી હતી.

(12:14 pm IST)
  • ૩ હજાર કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ : આરોગ્ય પ્રધાને સોમવારથી ૩૦૦૦ કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું એક નિવેદનમાં કહેવાયું છે. access_time 3:01 pm IST

  • સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા : NSG એ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પ્રથમ વખત તેની એલીટ મહિલા કમાન્ડો ટીમનો ફોટો બહાર પાડ્યો. access_time 7:16 pm IST

  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST