Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મીઠાપુર નજીક બાઇક આડે કુતરૂ ઉતરતા યુવાનનું મૃત્‍યુઃ દંપતી ખંડિત

જામખંભાળિયા,તા. ૭ : આરંભડા ખાતે રહેતા મગનભાઇ મેઘજીભાઇ કણજારીયા નામના ૩૫ વર્ષના દલવાડી યુવાન તેમના પત્‍ની ઉષાબેન તથા બે વર્ષની પુત્રી યશ્વી સાથે મોટરસાયકલ પર જઇ રહ્યા હતા. ત્‍યારે આંખની હોસ્‍પિટલ નજીક તેમના મોટરસાયકલ આડે કુતરૂં ઉતરતા બાઇક સ્‍લીપ થઇ થવા પામી હતી.

આ અકસ્‍માતમાં મગનભાઇ કણજારીયાને માથામાં તથા શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ તથા તેમને સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં તેમનું મૃત્‍યું થયું હતું. આ અકસ્‍માતમાં ઉષાબેન તથા પુત્રી યશ્વીને પણ નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે ઉષાબેન મગનભાઇ કણજારીયાની ફરિયાદ પરથી મગનભાઇ મેઘજીભાઇ કણજારીયા સામે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૦૪(અ), ૩૩૭ તથા એમ.વી. એકટની કલમ મુજબ ગુનો નોંધી,ધોરણસર કાર્યવાહી કરી હતી.

ખંભાળીયાની પરિણીતાને ત્રાસ

ખંભાળીયાના સંજયનગર વિસ્‍તારમાં રહેતા જીતુભાઇ પેથાભાઇ પારીયાના ધર્મપત્‍ની અને ભાણવડમાં રામેશ્વર પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા લાખાભાઇ પબાભાઇ વાઘેલાની પુત્રી પ્રજ્ઞાબેન (ઉવ.૨૭)ને તેનીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા બે વર્ષથી તેણીના પતિ જીતુભાઇ, સસરા પેથાભાઇ દેવશીભાઇ પારીયા તેમજ દિપકભાઇ પેથાભાઇ અને નયનાબેન પેથાભાઇ પારીયા દ્વારાખ તેણીના લગ્ન જીવન દરમિયાન અવારનવાર દુઃખ ત્રાસ આપી, ગાળો કાઢવામાં આવતા આ અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ચારેય સાસરીયો આઇ.પી.સી. કલમ ૪૯૮(એ), ૩૨૩,૫૦૪ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ઓખામાં વરલી ભકત ઝડપાયો

ઓખાના બર્માસલ કવાર્ટર્સ વિસ્‍તારમાં રહેતા જીતેશભા માંડણભા સુમણીયા નામના ૨૩ વર્ષના હિન્‍દુ વાઘેર શખસને પોલીસે વરલી મટકાના આંકડા લખી અને જુગાર રમતા ઝડપી  લઇ, તેની સામે જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

(12:40 pm IST)