Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીમાં વિકાસ દિવસ નિમિતે વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉમેદવારોને નિમણૂક પાત્રો એનાયત કરાયા.

મોરબી : ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉમેદવારોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી ટાઉનહોલ ખાતે સાંજે આયોજીત કાર્યક્રમ ‘‘વિકાસ દિન’’ નિમિત્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના સરપંચોના સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ કોરોના વોરીયર્સના પણ સન્માન કરવામાં આવ્યા હતા. આ તકે કોમ્યુનિટી હેલ્થ ઓફીસરોને નિમણૂક ઓર્ડર અને PSA પ્લાન્ટનું લોકાર્પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતે સિવિલ હોસ્પીટલના અધિક્ષક ડૉ. પી.કે. દુધરેજીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, જિલ્લા કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા, મોરબીતાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા  સહિત સબંધિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કોવીડ-૧૯ની માર્ગદર્શીકા અનુસાર લાભાર્થી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:57 pm IST)