Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સુત્રાપાડાના લોઢવા ગામે એટીએમમાંથી ચોરીની કોશિષ કરનાર કોડીનારના પણાંદરના ત્રણ શખ્સો પકડાયા

સોમનાથ-જુનાગઢ તા. ૭ :.. પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પ્રતાપસિંગ પવાર, જુનાગઢ રેન્જ જુનાગઢ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ વેરાવળ-વિભાગના વેરાવળનાઓએ ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ, ચોરી, લૂંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હા બનતા અટકાવવા જરૂરી સુચનાઓ આપેલ જે અનુસંધાને ગઇ તા. ૩-૮-ર૦ર૧ ના સુત્રાપાડા પોલીસ સ્ટેશનના લોટવા ગામના એસ. બી. આઇ. બેંકના એટીએમમાં પણ અજાણ્યા આરોપીઓ રાત્રી દરમ્યાન ચોરી કરવાના ઇરાદે ગેસ કટર જેવા મશીનથી એટીએમ ના શટરનું તાળુ તોડી તથા સીસીટીવી કેમેરાના વાયર કાપી નુકશાન કરી ચોરી કરવાની કોશીષ કરી ગુન્હા આચરે હોય અને સદરહું ગુન્હો સુત્રાપાડા પો. સ્ટે. ગુ. ર. નં. એ પાર્ટ ૦૪૬૦, ર૦ર૧ આઇપીસી કલમ ૩૭૯, ૪ર૭, પ૧૧, ૧૧૪ થી રજી થયેલ હોય.

જે એનડીટેકટ ગુન્હો શોધી કાઢવા સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. એ. એમ. હેરમાએ સુચના આપેલ હોય જે અનુસંધાને સુત્રાપાડા એએસઆઇ સંગ્રામસિંહ લખમણભાઇ ગોહીલ તથા એએસઆઇ ડી. એમ. પરમાર તથા એએસઆઇ એમ. એન. ભોળા તથા પો. હેડ કોન્સ. ડી. બી. ગાધે તથા પો. હેડ કોન્સ. જગદીશભાઇ હમીરજીભાઇ ગોહીલ તથા પો. હેડ કોન્સ. રમેશભાઇ વાલાભાઇ પરમાર તથા પો. હેડ કોન્સ. પ્રદીપભાઇ કાનાભાઇ ગોહીલ તથા પો. હેડ કોન્સ. મહેન્દ્રભાઇ લખમણભાઇ નાઘેરા તથા પો. કોન્સ. બનેસીંહ વજુભાઇ મોરી તથા પો. કોન્સ. રજનીભાઇ દેદાભાઇ મોરી તથા પો. કોન્સ. મહાવીરસિંહ મંગળસિંહ  જાડેજાઆઓની જુદી જુદી ટીમો બનાવી સદર ગુન્હો ડીટેકટ કરવા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા એ બીટ ઇન્ચાર્જ ડી. બી. ગાંધેને સીસીટીવી ફુટેજ તથા હકિકત મળેલ કે આરોપીઓએ ગુન્હામાં ઉપયોગ લીધેલ હોન્ડા કંપનીની સાઇન મો. સા. પાદરૂકા ગામના બસ સ્ટેન્ડ પાછળ અવાવરૂ જગ્યામાં મુકી નાસી ગયેલ હોય જે મો. સા. માલિક બાબતે ઇ. ગુજકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા સદર મો. સા. રણજીતભાઇ રાણાભાઇ વાળા રહે. પણાદર તા. કોડીનારાવાળાની હોવાનું જણાતા અને ખાનગી રાહે તપાસ કરતાં મજકુર ઇસમા પોતાના રહેણાંક મકાને પણાદર ગામે હાજર ન હોય અને ગુન્હો આચરી  નાસ્તો ફરતો હોય તે દરમ્યાન સુત્રાપાડા પો. સ્ટે.ના એ. એસ. આઇ. સંગ્રામસિંહ લખમણભાઇ ગોહીલ તથા પો. હેડ કોન્સ. ડી. બી. ગાધે તથા પો. કોન્સ. બનેસીંગ વજુભાઇ મોરીનાઓને હકિકત મળેલ કે મજકુર આરોપી રણજીતભાઇ રાણાભાઇ વાળા કોડીનાર તાલુકાના આદપોકાર ગામે પોતાના સગા-સંબંધીના ઘરે છૂપાયો હોવાની હકિકત મળતા ગણતરીના કલાકોમાં સદરહુ આરોપીને આદપોકાર ગામેથી સુત્રાપાડા પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે તથા પોતાના ગામના સુજીત રણસીભાઇ વાળા તથા જીગર બાલુભાઇ વાળા રહે. ત્રણેય પણાદરવાળાઓએ આ ગુન્હો સાથે મળી આચરેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય આરોપીઓ પાસેથી ગુન્હામાં ઉપયોગમાં લીધેલ મુદામાલ તથા સાધનો રીકવર કરતા (૧) મો. સા. નંગ ર કિ. રૂ. ૪૦,૦૦૦, (ર) મોબાઇલ ફોન નંગ ૩ કિ. રૂ. ૧૦,પ૦૦ (૩) ગેસ કટર નળી સાથે નંગ ૧ કિ. રૂ. ૧ર૦૦, (૪) ગેસનો નાનો બાટલો નંગ ૧ કિ. રૂ. પ૦૦, (પ- ઓકસીજન સીલીન્ડર નંગ ૧ કિ. રપ૦૦, (૬) લોખંડનંુ પકડ નંગ ૧ કિ. રૂ. પ૦, (૭) લોખંડના પાના નંગ ર કિ. રૂ. ૧૦૦ ઉપરોકત મુદામાલ રીકવર કરી ત્રણેય આરોપીઓને સદર ગુન્હાના કામે ધોરણસર અટક કરી સુત્રાપાડા પો. સ્ટે.ના વણશોધાયેલ ગુન્હો ડીટેકટ કરેલ છે.

(1:11 pm IST)