Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગિરનાર રોપ-વેના આકર્ષણ માટે નકલી અમિતાભ સહિત કલાકારોનુ મનોરજંન

રોપ-વેનો સમય એક કલાક વધારાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : ગિરનાર રોપ-વેના આકર્ષણ માટે નકલી અમિતાભ સહિત કલાકારોના મનોરંજનની ગોઠવણ કરવામાં આવી છે.

પવનને લઇ ૧૦ દિવસ બંધ રહ્યા બાદ ગિરનાર રોપ-વે ગઇકાથી શરૂ થયો છે અને આજે પણ રોપ-વે સેવા યથાવત રહેતા પ્રથમ ટ્રીપમાં ૬૦૦ પ્રવાસીઓએ રોપ-વેની સફર માણી હતી.

ઉષા બ્રેકો કંપનીના રિજયોનલ હેડ દિપક કપલીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, ચાર્તુમાસ ચાલી રહ્યો હોય તેથી જૈન ભાવિકો અને પ્રવાસીઓની સુવિધા માટે રોપ-વેનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. આમ સવારે સાત વાગ્યે જ રોપ-વેની સેવા શરૂ કરવામાં આવી રહી છે.

શ્રી દિપક કપલીએ વધુમાં જણાવેલ કે રોપ-વેની સફર માણવા માટે આવતા પ્રવાસીઓના મનોરંજન અને રોપ-વેના આકર્ષણ માટે નકલી અમિતાભ બચ્ચન સહિત કલાકારોના મનોરંજનની ગોઠવણી કરવામાં આવી છે.

આમ રોપ-વેના આકર્ષણમાં વધારો કરવામાં આવતા પ્રવાસીઓએ પણ ખુશી વ્યકત કરીને કંપનીના નજારાને આવકાર્યુ હતું.

(1:08 pm IST)