Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

પીપાવાવ પોર્ટ ઉપર ઝડપાયેલ ડ્રગ્‍સની ઉંડાણપુર્વક તપાસ કરવા અંબરીશ ડેરની માંગણી

હર્ષ સંઘવીને રજુઆત કરતા રાજુલાના ધારાસભ્‍ય

સાવરકુંડલા-રાજુલા, તા., ૬:  રાજુલાના કોંગ્રેસના ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરએ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવીને પીપાવાવ પોર્ટ ઉપરથી પકડાયેલ ડ્રગ્‍સમાં ઉંડી તપાસ કરવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે હાલમાં DRI અને ATS દ્વારા પીપાવાવ પોર્ટ ઉપરથી ૯૦૦૦ કિલો ડ્રગ્‍સ પકડવામાં આવલ જે ખુબ જ ચિંતાનો વિષય છે અને સાથોસાથ એક આંખ ઉઘાડનારો બનાવ પણ છે. જયારે યુવાનો આપણા રાજય અને દેશનું ભવિષ્‍ય છે ત્‍યારે યુવાનોને ડ્રગ્‍સના માધ્‍યમથી ખતમ કરવાના ષડયંત્રને ખુલ્લુ પાડવું જરૂરી છે.

ગુજરાતના નાના-મોટા તાલુકાના શહેરો તથા ગામડાઓમાં ડ્રગ્‍સ ઘુસાડવાનું ષડયંત્ર જયારે રચાઇ રહયું હોય ત્‍યારે પીપાવાવ પોર્ટ હોયCFS હોય, કે બીજી કોઇ પણ એજન્‍સીમાંથી જયારે ડ્રગ્‍સ મળી આવે તો એ ખુબ જ ગંભીર બાબત છે.

આ બાબતમાં  IMPORTER, SUPPLIER, CHA, SHIPMENT ORIGIN & ROUTINE  DETAILS, ઇમ્‍પોર્ટરનું આઇડેન્‍ટિીફીકેશન, બી.એલ.  (BL)ની  વિગતો પણ જાણવી જરૂરી છે.  DRI અને   ATS નીટીમ તો તપાસના પ્રોસેસમાં છે જ પરંતુ આ વિસ્‍તારના એક જન પ્રતિનિધિ તરીકે ગૃહ મંત્રાલય દ્વારા ઉંડથી તપાસ થાય તે માટે ધારાસભ્‍ય અંબરીશભાઇ ડેરએ માંગ કરી છે. 

(1:27 pm IST)