Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

જામનગરમાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને આયોજિત ભાગવત સપ્‍તાહ દરમિયાન કૃષ્‍ણ જન્‍મની વિશેષ રૂપે ઉજવણી

રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા અને વાંકાનેર સ્‍ટેટના રાજવી પરિવારના રાજવી કેસરીસિંહ ઝાલાની ઉપ્‍સ્‍થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : જામનગરના આંગણે ચાલી રહેલી ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્‍ટ આયોજિત પૂ. રમેશભાઈ ઓઝાના મુખારવિંદથી રજૂ થઇ રહેલી શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞના આજે પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવની વિશેષરૂપે ઉજવણી થાય તે માટેની સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે, અને કથા મંડપ ને વિશેષરૂપે શણગારી દેવાયો છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા માટે રાજકોટના રાજવી પરિવારના માધાતાસિંહ જાડેજા અને વાંકાનેર સ્‍ટેટના રાજવી પરિવારનાᅠ રાજવી કેસરીસિંહ ઝાલાᅠ આવ્‍યા હતા. કૃષ્‍ણ જન્‍મોત્‍સવ નિમિત્તે વ્‍યાસપીઠ પાછળના ભાગે મોરપીંછ વડે મોરે કળા કરી હોય, તે પ્રકારે સુશોભિત કરવામાં આવી હતી.
મુખ્‍ય મંચ ઉપર ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મની વિશેષ ઉજવણી રૂપે જયારે બાળ સ્‍વરૂપનું શ્રીકૃષ્‍ણ ભગવાનનું અવતરણ થાય, તેની તૈયારીના ભાગરૂપે સુશોભન કરેલું પારણું સ્‍થાપિત કરવામાં આવ્‍યું હતું.
મંડપસ્‍થળના ડોમમાં ઠેકઠેકાણે રંગબેરંગી ફૂગ્‍ગાઓ લગાવવામાં આવ્‍યા છે. સાથોસાથ સ્‍વાગત કમાન તૈયાર કરવામાં આવી છે.
ᅠધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ (હકુભા) જાડેજા ના સમગ્ર પરિવાર તેમજ સર્વે સેવાદારો દ્વારા કૃષ્‍ણ જન્‍મોત્‍સવના વિશેષરૂપે વધામણાં થાય, તે નિમિત્તે અનેક તૈયારીઓ કરવામાં આવી હતી.
કથા મંડપમાં પ્રતિદિન પરિવારના બહેનો દ્વારા જુદા જુદા રંગની સાડીઓમાં સજ્જ થઈને આવતા હોય છે, તે મુજબ લાલ-કેસરી મિશ્રિત આકર્ષિત રંગની સાડીઓમાં સર્વે બહેનો કથામંડપમાં હાજર રહ્યા છે, જયારે ભાઈઓ પણ વિશેષરૂપે સફેદ વષાોમાં સજ્જ થઈને જોવા મળી રહ્યા હતા. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)(

 

(11:33 am IST)