Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

પોરબંદરમાં ટોકન દરે યાત્રિકો રહી શકે તેવી ધર્મશાળા બનાવવાની જરૂરઃ ચેમ્‍બર પ્રમુખ

પોરબંદર ધર્મશાળા વિનાનું શહેરઃ વર્ષો જૂની ધર્મશાળા જમીન દોસ્‍ત ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા.૬: ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ જીગ્નેશભાઇ કારીયાએ જણાવેલ કે પોરબંદરમાં સારી સુવિધા () શાળા બતાવવામાં આવે અને ટોકન દરે આપવામાં આવે તો યાત્રિકો-પ્રવાસી પોરબંદરમાં રાત્રી રોકાણ કરી શકે, નાના ધંધાર્થી-વ્‍યાપાર વૃધ્‍ધિ થાય, ખાણી-પીણી સહિતની વિવિધ ખરીદી સાથે વ્‍યાપાર સમૃધ્‍ધિની રોનક વધે, વ્‍યાપાર જગતને ફાયદો થાય. તેઓશ્રીનું મંતવ્‍ય -વેદનાને અવશ્‍ય વાચા મળવી જોઇએ

તળપદ કન્‍યાશાળા સામે પોરબંદરના ભાટીયા સદગૃહસ્‍થ અનુદાનથી સાકાર થયેલ ધર્મશાળા યાત્રીકો-પ્રવાસીઓને મધ્‍યમવર્ગ-નબળા વર્ગને રાહત નજીવા ટોકન દરે રાહત આપી આશરો આપતી હતી તે સ્‍વ.જમનાબાઇ ધર્મશાળા ષડયંત્ર રચી હાલ જમીનદોસ્‍ત કરી નાખી છે. જમનાબાઇ ધર્મશાળાનો કેટલોક ભાગ ખુલ્લામાં છે. તટસ્‍થ તપાસસ થાય તો ષડયંત્ર કહેવાતા કથિત કૌભાંડનો પર્દાપાશ થઇ શકે છે.

મધ્‍યમ વર્ગ- સાધારત વર્ગના પ્રવાસી - યાત્રીકો પરિવાર સાથે સુદામાપુરી મંદિરે દર્શને આવતા રોકાણ માટે દશાશ્રીમાળીનું સદગુરૂસ્‍થ દાત્તા અને ભાટીયા સદગૃહસ્‍થ  દાતા દ્વારા  () બંધાયેલ ધર્મશાળાઓ અદ્રશ્‍ય બની ગયેલ છે. હાલ એક રેલ્‍વે સ્‍ટેશન ધર્મશાળા છે તે પણ છે નથી જેવી, શહેર મધ્‍યે જુની પોસ્‍ટ ઓફિસ () દશાશ્રીમાળી વણીક પુષ્‍ટિ માર્ગીય વૈષ્‍ણવ સ્‍વ.શેઠ ગોપાલજી કાનજીની ધર્મશાળા હૈયાત હોવા છતા તેનો લાભ વહીવટ કરતા ટ્રસ્‍ટીઓ ( કહેવાતી સંકુચિતતાને કારણે સાર્વજનિક ધર્મશાળા હોવા ભણા લાભ મળતો નથી. શર્તભંગ - હેતુ-ઉદેશ ભંગઅ દાતાની અંતિમ ઇચ્‍છાને () અપાય રહેલ છે.

ધર્મશાળાના વહીવટ સુઘ સ્‍વચ્‍છ રીતે ચાલે તે માટે મુળ પોરબંદર તળપદના વતી ધંધાર્થી મુંબઇ સ્‍થાયી થયેલ ભાટીયા સદગૃહસ્‍થ ટ્રસ્‍ટી દ્વારા મહેતાજી પગીની નિમણુંક -સ્‍ટાફ રાત્રી- દિવસ સાર સંભાળ લેતો. કોઇ બંધ કરવા કે પાડી નાખવાની જરૂર હતી ત્‍યારે ન્‍યાયકિય અદાલતની જરૂરી કાર્યાહીમાં () કર્મચારીએ દાવો દાખલ કરી મનાઇ હુકમ પણ મેળવેલ. લોકચર્ચીત મુજબ ન્‍યાયઅદલાતમાં ન્‍યાયાયિક પરવાનગી મેળવવા માટે જ તે સમયે જે ટ્રસ્‍ટીઓના નામ દર્શાવેલ તે પૈકીના અમુક  ટ્રસ્‍ટીની હૈયાતી સંબંધે અનેક તર્કનિર્તક રહેલ છે. તેની સ્‍પષ્‍ટતા થતી નથી. સ્‍વ.જમનાબાઇ ધર્મશાળા કાર્યરતને જમીન દોસ્‍ત () પ્રવાસી-યાત્રીકોનો આસરો છીનવી લેવાનું કારણ શું બન્‍યું ! ભાડાપટે કે લીઝ અન્‍ય રીતે મેળવેલ હોય તે સંબંધે ત્‍યારબાદ સત્‍યની જાણકારી બહાર આવી શકે ! !

રેલ્‍વે સ્‍ટેશન પાસે દવાજાના મુખ્‍યમાં ભાટીયા ગૃહસ્‍થની ધર્મશાળા નાની છે. પરંતુ તેમાં પણ યાત્રાળુ પ્રવાસી ઉતારો રહેવા માટે સુવિધા મેળવવા માટે પ્રશ્રાર્થ રહે છે! પોરબંદરના અરબી સમુદ્ર કિનારે જુમી દિવાદાંડી પાસે તેની બાજુમાં આવેલ ભાટીયા ધર્મશાળાનું અસ્‍તીત્‍વ રહ્યું નથી.

પ્રયત્‍ન કાર્યવાહી કરેલ કે કેમ? સીધી ન્‍યાય અદાલતમાં અમુક ટ્રસ્‍ટી હૈયાતી સહી ચકાસણી કરી ચર્ચાય છે તેની ઉંડી તપાસ થવી જરૂરી છે.

(10:29 am IST)