Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબી પંથકના ગામમાં યુવતિ મંગેતર થકી કુંવારી માતા બનીઃ દિકરાને જન્‍મ આપ્‍યો

મા-દિકરાની તબિયત બગડતાં બંનેને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૬: મોરબી પંથકના ગામમાં રહેતાં મુળ વડોદરા પંથકની એક  યુવતિ માતા-પિતા સાથે રહેતી હોઇ તેણીને ગઇકાલે પ્રસુતિની પીડા ઉપડતાં મોરબી હોસ્‍પિટલમાં ખસેડાતાં ત્‍યાં પુત્રને જન્‍મ આપ્‍યા બાદ મા-દિકરાની તબિયત બગડતાં  બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. યુવતિ કુંવારી માતા બની હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. યુવતિ તેના મંગેતર થકી જ મા બની હોવાનું ખુલ્‍યું હતું.

અઢાર વર્ષની યુવતિને ગઇકાલે ઘરે હતી ત્‍યારે હાથ-પગ દુઃખવા માંડતાં અને સોજા ચડી જતાં મોરબી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. જ્‍યાં તપાસમાં તેના પેટમાં ગર્ભ હોવાનું ખુલ્‍યું હતું. એ પછી તેણે રાતે પુત્રને જન્‍મ આપ્‍યો હતો. ત્‍યારબાદ નવજાત બાળક અને માતા બંનેની તબિયત લથડતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ તબિબની પુછતાછમાં તેણી કુંવારી માતા બની હોવાનું ખુલતાં પોલીસને જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરાવી હતી.

યુવતિના વાલીએ કહ્યું હતું કે યુવતિની સગાઇ થઇ ચુકી છે અને મંગેતરનું જ આ બાળક છે. જેથી અમારે કોઇ ફરિયાદ કરવી નથી. જો કે તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હોઇ મોરબી પોલીસ વધુ તપાસ કરે છે.

(11:39 am IST)