Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગોંડલના મોવિયા ખાતે ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું

  ગોંડલ : મોવિયા ખાતે શિવરાજગઢ રોડ આવેલ અશ્વિનભાઈ ભાલાળા ચેકડેમ પર ગુજરાત સરકાર નર્મદા જળ સિંચાઇ પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ દ્વારા પી ટી સુધારણા હેઠળ ચેકડેમનું ખાત મૂર્હત સરદાર પટેલ જળ સિંચાઈ નિગમના પૂર્વ ચેરમેન તેમજ જસદણ ના પૂર્વ ધારાસભ્‍ય અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ડૉ. ભરતભાઈ બોધરા ના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ તકે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય લીલાબેન બટુકભાઈ ઠુમ્‍મર, તાલુકા પંચાયતના પ્રમુખ ભાર્ગવભાઈ અંદિપરા, તાલુકા પંચાયત સદસ્‍ય મનીષભાઈ ખૂંટ, સરપંચ કંચનબેન રોહિતભાઈ ખૂંટ, કુરજીભાઈ ભાલાળા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્‍ટર મગનભાઈ ઘોણીયા, કિશોરભાઈ અંદીપરા સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : જીતેન્‍દ્ર આચાર્ય ગોંડલ)

(10:59 am IST)