Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

કાલે જૂનાગઢમાં શોભાયાત્રા બાદ ૩૫ ફુટના રાવણના પૂતળાનું દહન

હરિઓમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રથમ વખત આયોજન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૪ : આવતીકાલે વિજયાદશમી  નિમિતે જૂનાગઢમાં શોભાયાત્રા બાદ ૩૫ ફુટના રાવણના પૂતળાનું દહન થશે.

શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રથમ વખત આયોજીત રાવણ દહનનો કાર્યક્રમ ગિરનાર રોડ સ્‍થિત મયારામ આશ્રમ ખાતે આવતીકાલે સાંજે ૬ કલાક યોજાશે.

રાવણના ૩૫ ફુટ ઉંચા પુતળા માટે ૧૨ લોકોની ટીમે જહેમત ઉઠાવી છે. રાવણના પુતળામાં ૨૫ હજારથી વધુનાં ફટાકડા લગાવવામાં આવ્‍યા છે.

રાવણ દહન અગાઉ ગિરનાર દરવાજાથી મયારામ આશ્રમ સુધી શોભાયાત્રા નીકળશે આ તકે ભગવાન શ્રીરામ અને વિભિષણ વચ્‍ચે સંવાદનો કાર્યક્રમ યોજાશે બાદમાં આતશબાજી વચ્‍ચે રાવણ દહન થશે આ પ્રસંગે લોકોને પધારવા ટ્રસ્‍ટે નિમંત્રણ પાઠવ્‍યું છે. 

(1:29 pm IST)