Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

બગસરામાં તળપદા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

 બગસરા : તળપદા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા ધોરણ એક થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ બગસરા સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તથા બહારથી પધારેલ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૃઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન બહારગામથી ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.જેમાં અમરેલીથી જગદીશભાઈ ધરજીયા બાબરાથી નીતિનભાઈ રાઠોડ  મનુભાઈ પી ચાવડા, ભોરીંગડા ધારી બગસરાના ધારાસભ્ય જે વી કાકડિયા, નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીયા, બગસરા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ પી રાઠોડ, મનહરભાઈ લીંબડીયા, ખજાનચી રમેશભાઈ ગોહેલ, મંત્રી અનિલભાઈ શેખ, રમેશભાઈ ગોહેલ, અમરેલી દીલાભાઇ મકવાણા તેમજ અમરેલી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  રંજનબેન ગોહેલ વિગેરે આગેવાનો તથા મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સાલ ઓઢાડીને તથા શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા.  આ કાર્યક્રમનું આયોજન રમેશભાઈ બી ગોહેલ મંત્રીએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : સમીર વીરાણી બગસરા)

(11:43 am IST)