Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ધોરાજીની ડ્રીમ સ્કૂલના શિક્ષકો દ્વારા કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપરમાં એક પશ્ર ક્ષતી મામલે શિક્ષણ બોર્ડને રજૂઆત

 (કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:ધોરાજીની ડ્રીમ સ્કૂલનાશિક્ષકો દ્વારા કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપરમાં એક પશ્ર ક્ષતી મામલે શિક્ષણ બોર્ડને રજૂઆત કરાઈ છે
ધોરાજીના શિક્ષણવીદો ડ્રીમ સ્કૂલ ધોરાજીના શિક્ષકો હિતેશ ખરેડ તથા ડો કેતન પોપટે જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સ ની પરિક્ષા માં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું પેપર સામાન્ય રીતે સમાન હોય છે પરંતુ અનુવાદમાં ભૂલ હોવાના કારણે કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષયના પેપરમાં એક એક પ્રશ્નમાં ખોટા અનુવાદના કારણે જવાબ બદલી જાય છે આથી  જો બોર્ડ દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીને અન્યાય થાય આવું ન બને એટલા માટે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ અંગે શિક્ષણ બોર્ડને રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરાઈ છે
આ અંગે ડ્રીમ સ્કૂલ ધોરાજી ના સ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક ડો કેતન પોપટે જણાવ્યું હતૂ કે બોર્ડના કેમેસ્ટ્રી ના પ્રશ્નપત્ર કોડ નંબર 17 પ્રશ્ન નંબર 36 અંગ્રેજી માધ્યમના પેપરમાં  વૂટઝપ્રક્રિયા પૂછેલું છે જ્યારે ગુજરાતી માધ્યમના પેપરમાં વૂટઝ ફીટીંગ પ્રક્રિયા પૂછેલૂ છે આથી બંને પ્રશ્નનો જવાબ પણ જુદો આવશે.
આ અંગે ડ્રીમ સ્કૂલ ધોરાજી ના બાયોલોજી શિક્ષક હિતેશ  ખરેડ એ જણાવ્યું હતું કે બોર્ડના બાયોલોજી પ્રશ્નપત્ર નંબર 11 પ્રશ્નપત્ર નંબર 38 અંગ્રેજી માધ્યમના પેપરમાં અભિસારી પૂછેલું છે જ્યારે ગુજરાતી માધ્યમના પેપરમાં અપસારી પૂછેલું આથી બંને પ્રશ્નોનો જવાબ પણ જુદો આવશે અંગ્રેજી માધ્યમના પેપરમાં પણ ત્રણ ઓપ્શન સાચા થાય છે તો આ અંગે યોગ્ય કરવા વિધાથીઓના હિતમાં કાયવાહી કરવા રજૂઆત કરાઈ છે.
તસવીર કિશોરભાઈ રાઠોડ

(8:24 pm IST)