Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભાવનગર મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પી.આઇ. દિપક મિશ્રાનું ટૂંકી બિમારી બાદ નિધન થતા પોલીસબેડામાં શોક

ભાવનગર અને મહુવામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સફળ કામગીરી બજાવી લોકચાહના મેળવનાર પી.આઇ.દિપક મિશ્રા છેલ્લા ૧૫ દિવસથી ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં સારવારમાં હતા

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર એલ.સી.બી.માં ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ભાવનગર મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પી.આઇ. દિપક મિશ્રાનું ટૂંકી બિમારી બાદ આજે નિધન થતા પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

 ભાવનગર અને મહુવામાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સફળ કામગીરી બજાવી લોકચાહના મેળવનાર પી.આઇ.દિપક મિશ્રા છેલ્લા ૧૫ દિવસથી ભાવનગરની બિમ્સ હોસ્પિટલમાં સારવારમાં હતા. અને ત્યારબાદ વધુ સારવાર્થે અમદાવાદની ઝેડ્‌સ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું  આજે નિધન થયું  છે. પી.આઇ. દિપક મિશ્રાના આકસ્મિક નિધન થી ભાવનગર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

(7:28 pm IST)