Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

જસદણ વેરાવળ વાયા સાણથલીના રૂટ બસનો ટાઇમ ફેરવવાની માંગણી

આટકોટ જુના પીપળીયા સરપંચની રજુઆત કરવામાં આવી

(કરશન બામટા દ્વારા) આટકોટ,તા. ૪ : જસદણ વેરાવળ વાયા સાણથલી રોશની એસટી બસનો ટાઈમ ફેરવવા જુના પીપળીયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા રજૂઆત જસદણ ડેપો માંથી ઉપાડતી એસટી બસ સાંજે જસદણ વેરાવળ વાયા સાણથલી જેનો સમય હાલમાં ૭.૪૫ નો છે તેને બદલી ૬.૪૫ કરવામાં આવે જસદણથી સાણથલી આવતા હીરા ઘસો સહિતના લોકોને અનુકૂળ હતો તે ટાઈમ ડેપો મેનેજર દ્વારા ફેરવી નાખવામાં આવતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્‍યારે જુના પીપળીયાના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જે ટાઇમ ૬.૪૫ કરવામાં આવે તેવી જુના પીપળીયાના સરપંચ દ્વારા ડેપો મેનેજર ને રજુઆત કરવામાં આવી સાણથલીથી જસદણ આવતાં હીરા દ્યસુ તેમજ પાંચવડા જીવાપર પીપળીયા નવાગામ સાણથલી સુધીના લોકોને આ બસમાં અવરજવર કરતાં હોય પણ ડેપો મેનેજર દ્વારા ટાઈમ બદલી નાખતા મુસાફરો પરેશાન થઈ ગયા વહેલી તકે બસ નો ટાઈમ ૬.૪૫નો રાખવામાં આવે તો તેમને પુરતા મુસાફરો મળી રહે વહેલી તકે ટાઈમની બદલાવાની માંગણી કરી છે જુના પીપળીયાના સરપંચ જેબલીયા એ. સી જણાવ્‍યું હતું.

(1:41 pm IST)