Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે-ધીમે ગરમીમાં ભારે વધારો

મહતમ તાપમાનનો પારો ૪ર ડીગ્રી પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબઃ બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ, તા., ૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સર્વત્ર ધીમે ધીમે ગરમીમાં ભારે વધારો થતો જાય છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહયો છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્‍યારે  હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે. તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શકયતા વ્‍યકત કરી છે. રાજયમાં આગામી બે દિવસ દરમીયાન રાજકોટ, સુરેન્‍દ્રનગર, કચ્‍છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે. ચાર એપ્રિલ સુધી ગરમીનો પારો ૪૩ ડીગ્રીને વટાવી જવાની શકયતા છે. હીટવેવની સૌથી વધુ અસર સૌરાષ્‍ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદસુરેન્‍દ્રનગર અમરેલી અને કચ્‍છ જીલ્લામાં વર્તાય એવી શકયતા છે. આજે અમરેલીમાં ૪ર, રાજકોટ ૪૧.૩ જુનાગઢ ૪૧, જમનગરમાં ૩૬.૭ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્‍યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. સતત પડી રહેલી ગરમીને કારણે ડી હાઇડ્રેશન લૂ લાગવાના કિસ્‍સા પણ સતત વધી રહ્યા છે ત્‍યારે ઉનાળા દરમિયાન લોકોએ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને કામ વગર બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ તબીબો આપી રહ્યા છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં સવારથી કાગઝાળ ગરમીનું આક્રમણ શરૂ થઇ ગયું છે.

રવિવારે જુનાગઢનું મહતમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુમત તાપમાન ર૩ ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર ૪પ ટકા જ રહેતા સવારથી જ અગિ્ન વર્ષા શરૂ થઇ ગઇ છે.  સવારે પાંચ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લૂ વર્ષ પણ થઇ રહી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૭ મહતમ, ર૩ લઘુતમ  ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:05 pm IST)