Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

મોરબી સિરામિક ઉદ્યોગને અવરોધરૂપ પ્રશ્નોના નિરાકરણ અને પ્રોત્‍સાહન પેકેજની માંગ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪ : મોરબીના સિરામિક ઉદ્યોગને નડતા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેમજ ઉદ્યોગને જરૂરી પ્રોત્‍સાહન પેકેજ આપવાની માંગ સંસ્‍થાના  અગ્રણીએ કરી છે.

ઇન્‍ટરનેશનલ હુમન રાઈટ્‍સ એસોના કાન્‍તિલાલ બાવરવાએ મુખ્‍યમંત્રીને રજૂઆત કરી જણાવ્‍યું છે કે સમગ્ર દેશમાં સિરામિક ઉત્‍પાદનનું ૮૬ ટકા ઉત્‍પાદન મોરબીમાં થાય છે જે દેશમાં ટાઈલ્‍સ જરૂરિયાત પૂર્ણ કરે છે અને એક્‍સપોર્ટ પણ કરે છે પરંતુ હાલ આ ઉદ્યોગ ખુબ જ મોટી મુશ્‍કેલીઓનો સામનો કરી રહ્યો છે. અને લગભગ ઓક્‍સીજન પર આવી ગયો છે અનેક ફેકટરીઓ બંધ છે ત્‍યારે ઉધોગને નડતા પ્રશ્નોના નિરાકરણ લાવવા અને પ્રોત્‍સાહન પેકેજ આપવાની માંગ કરી છે

સિરામિક ઉદ્યોગના પ્રશ્નો નીચે મુજબ છે. (૧) ગેસ ના ભાવ માં વધારો થવો અને ત્‍યાર બાદ વાપરાશમાં લીમીટ દાખલ કરવી. આ ભાવ વધારાના કારણે ફેકટરી માલિકો ને સૌથી પહેલા તો બેક ગેરેંટી માં વધારો કરવો પડતો હોય છે. ત્‍યારબાદ ભાવ વધારાના કારણે માલ ના ઉત્‍પાદન ખર્ચમાં વધારો થાય છે. જેથી પોતાના માલ ની કીમત વધારવી પડતી હોય છે. જે હજુ માર્કેટ માં સ્‍વીકાર્ય થયેલ નથી.

(૨) એક્ષ્પોર્ટ કરતા યુનિટો માટે કન્‍ટેઈનરના ભાડામાં વધારો તેમજ ભાડાની અનિયમિતતાના કારણે એક્ષ્પોર્ટના ઓર્ડર લેવામાં તકલીફ પડે છે. તેમજ ડીઝલ ના ભાવ વધારાના કારણે ટ્રક ટ્રાન્‍સપોર્ટ ના ભાડામાં પણ વધારો થયેલ છે. જેના કારણે પણ માર્કેટ માં માલ વેચવામાં તકલીફ પડે છે. અને આંતરરાષ્ટ્રીય લેવલે અન્‍ય દેશના માલ સામે આપણો માલ ભાવના લીધે વેચી શકાતો નથી. જેના કારણે હાલમાં એક્ષ્પોર્ટ માં ઘટાડો આવેલ છે.

(૩) આ ઉપરાંત ઉદ્યોગો ને જરૂરી કોલસાની સપ્‍લાય ઞ્‍પ્‍ઝઘ્‍ દ્વારા પુરતી કરવામાં આવતી નથી. અને કોલસા ના ભાવ માં પણ વારંવાર વધારો કરવામા આવે છે. ઞ્‍પ્‍ઝઘ્‍નો લિગ્નાઈટનો જથ્‍થો પણ પુરતો અને નિયમિત મળતો નથી. પરંતુ બ્‍લેક માર્કેટમાં વધારે ભાવ દઈને જોઈએ તેટલો મળે છે. તેવું લોકો નું કહેવું છે.

(૪) હાલ માં ઇલેક્‍ટ્રિક સપ્‍લાય માં પણ કાપ આવેલ છે. આ સતત ઉત્‍પાદન પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગોને ઇલેક્‍ટ્રિક સપ્‍લાયમાં કાપ હોવો જ ના જોઈએ છતાં પણ છે. અને જે દિવસે કાપ હોય છે. તે દિવસે ડીઝલ જનરેટર સેટ ચાલુ રાખવું પડે છે. અને તે ખુબજ મોંધુ પડે છે. જેના કારણે પણ આ ઉદ્યોગો ને તકલીફો ઉભી થાય છે.

(૫) આ ઉદ્યોગો ને એક્ષ્પોર્ટ માટે જે પ્રોત્‍સાહનો આપવા જોઈએ તે આપવા ને બદલે અને તેમાં વધારો કરવાના બદલે ધટાડો કરવામાં આવેલ છે. પહેલા એક્ષ્પોર્ટ કરનાર ને કુલ ૬% પ્રોત્‍સાહક લાભો મળતા હતા તેમાં હાલ માં ઘટાડો કરી ને ૩્રુ કરતા પણ ઓછા લાભો કરેલ છે. જેના કારણે પણ આ ઉદ્યોગો ની મુશ્‍કેલી માં વધારો થયેલ છે.

(૬) આ ઉદ્યોગો સ્‍વયંભુ રીતે વિકસેલા છે. સરકાર શ્રી તરફથી તેને પાકા એપ્રોચ રોડ બનાવી આપવા જોઈએ જે બનાવામાં આવેલ નથી અને જે હાલમાં રોડ છે તેની હાલત પણ ખુબજ ખરાબ છે. મોરબી - પીપળી- જેતપર રોડ તો એવો બિસ્‍માર છે કે ત્‍યાં ચાલવું પણ ખુબજ મુશ્‍કેલ છે અને ફોરલેન મંજુર કર્યા ના બહાને કોઈ કામ કે રીપેરીંગ પણ કરવામાં આવતું નથી. આવી જ સ્‍થિતિ ઘણા રોડોની છે.

(૭) આ ઉદ્યોગને જો રો મટીરીયલ્‍સ બહાર થી તેમજ બીજા રાજય માંથી આવે છે. તેમાં ખુબજ મુશ્‍કેલી પડે છે. અમુક લોકો ની મોનોપોલી નો ભોગ ઉદ્યોગકારો બને છે. જેના કારણે પણ આ ઉદ્યોગોની મુશ્‍કેલી માં વધારો થયેલ છે.

(૮) આ ઉદ્યોગો ને કાચોમાલ લાવલા તેમજ પાકો માલ મોકલવા માટે ટ્રાન્‍સપોર્ટ ઉપર આધાર રાખવો પડતો હોય છે. સરકાર દ્વારા જરૂરી ટ્રાન્‍સપોર્ટ નગર બનાવવામાં આવેલ નથી જેના કારણે પણ મુશ્‍કેલીઓ માં વધારો થાય છે.

(૯) આ ઉદ્યોગો ને સરકાર ની રેલ્‍વે વિભાગ દ્વારા જરૂરી તેમજ પૂરતા પ્રમાણ માં રેક ફાળવવામાં આવતા ના હોવાથી અન્‍ય રાજય માં ફરજીયાત રોડ ટ્રાન્‍સપોર્ટ ઉપર જ આધાર રાખવો પડે છે. જે પણ મુશ્‍કેલીઓ માં વધારો કરે છે.

ઉપરોક્‍ત બાબતો માંથી છુટકારો તેમજ રાહત આપવા માટે માંગણીઓ છે.(૧) ગેસ ના ભાવમાં ઘટાડો કરવા વિનંતી. અને જો સરકાર પેટ્રોલ, ડીઝલ, કન્‍સેશન રેટ માં ખરીદી કરી સકતી હોય તો ગેસ ની ખરીદી શામાટે નહિ?. અને મોરબી ના ઉદ્યોગો નો વપરાશ ગુજરાત ગેસ કંપની ને ખબર જ છે તો તેની ખરીદી ના ઓડર્ર એડવાન્‍સ માં આપીને આ ઉદ્યોગોને સ્‍થિર ભાવે ગેસ કેમના આપી શકાય? તો આવું કરવા તેમજ ગેસ વપરાશ ની લીમીટ દૂર કરવા માંગણી છે.

(૨) ગેસને ઞ્‍લ્‍વ્‍ માં લાવી ને તેનાઞ્‍લ્‍વ્‍ સામે સેટઅપ બાદ મળે તેવું કરવા પણ માંગણી છે.

(૩) એક્ષ્પોર્ટ કરતા યુનિટો માટે કન્‍ટેનર ભાડા સ્‍થિર થાય તેમજ એક્ષ્પોર્ટમાં પહેલા જે ૬%ના લાભો મળતા હતા તેમજ ઘટાડો કરી ને જે ૩% થી ઓછો કરેલ છે. તેના બદલે પહેલા ની જે ૬% હતો તેમાં વધારો કરી ને ૧૨% કરવા અમારી માંગણી છે. તો આપના લેવલે કેન્‍દ્ર સરકાર માં યોગ્‍ય રજુઆતો કરી ને યોગ્‍ય કરવા વિનંતી.

(૪) આ ઉદ્યોગ ને જરૂરી કોલસો સારી ગુણવતા નો ઞ્‍પ્‍ઝઘ્‍ દ્વારા પૂરતા જથ્‍થામાં નિયમિત સપ્‍લાય, સ્‍થિર ભાવે આપવા માંગણી છે.

(૫) આ ઉદ્યોગને લાગત ઇલેક્‍ટ્રિક સપ્‍લાયના કાપમાંથી બાકાત રાખવામાં આવે તેવી માંગણી છે.

(૬) આ ઉદ્યોગ ને લગત એપ્રોચ રોડ તેમજ અન્‍ય રોડ તાત્‍કાલિક સારી ગુણવતા વાળા અને ટકાઉ હોય તેવી કામગીરી થાય તેવા રોડ બનાવવા માંગણી છે.

(૭) આ ઉદ્યોગને રો-મટીરીયલ સપ્‍લાયમાં પડતી મુશ્‍કેલી ઓ દૂર કરવા માંગણી છે.

(૮) આ ઉદ્યોગને રેલ્‍વેની રેક ફાળવીને પોતાનો માલ મોકલવાની સુવિધા વધે તેવું કરવા વિનતી છે .

(૯) આ ઉદ્યોગ માં મજુરી કરતા મજુરો ને મુશ્‍કેલીઓના પાડે તેવા નિર્ણયો લેવા વિનતી છે.

(૧૦) આ ઉદ્યોગને લાગતા ઞ્‍લ્‍વ્‍ના સ્‍લેબમાં ઘટાડો કરી નીચા ઞ્‍લ્‍વ્‍ સ્‍લેબ માં સમાવવા માંગ કરી છે

(૧૧) આ ઉદ્યોગ માટે વૈકલ્‍પિક ફયુલ ની જો કોઈ વ્‍યવસ્‍થા થાય, અથવા તો ગેસીફાયર ની એવી કોઈ ડીઝાઇન બને કે જેમાં પોલ્‍યુસન ઓછું હોય તો તે માટે પણ યોગ્‍ય કરવા વિનંતી સાથે માંગણી છે.

(૧૨) આ ઉદ્યોગો પ્રોડક્‍સન કોસ્‍ટ વધેલ હોય વર્કિંગ કેપિટલનીᅠ જરૂરિયાત વધેલ છે. તો આ ઉદ્યોગોને જેમ ઘ્‍બ્‍સ્‍ત્‍ઝ લોન આપવામાં આવેલ હતી. તેવી જ રીતે ઓછા વ્‍યાજની લોનો હવે પણ આપવા  માંગણી છે.

(1:04 pm IST)