Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ટંકારા નજીક અકસ્‍માતમાં ધીરૂભાઇ ઉઘરેજાનું મોત

રીક્ષા અને બાઇક વચ્‍ચે અકસ્‍માતમાં રીક્ષા ચાલકના પિતાનું મોત

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા. ૪  :  ટંકારા રાજકોટ રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી જ્‍યારે રિક્ષામાં બેઠેલા રીક્ષા ચાલકના પિતાનું મળત્‍યુ નીપજ્‍યું હતું.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક લઈને જઈ રહેલા મૂળ ધ્રોલિયા ગામના અને હાલ મિતાણા રહેતા કિશોરભાઇ હમીરભાઇ ચૌહાણને સીએનજી રીક્ષા ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. જ્‍યારે રિક્ષામાં બેઠેલા રીક્ષા ચાલકના પિતા ધીરુભાઈ ઊઘરેજાનું મળત્‍યુ નીપજ્‍યું હતું. ટંકારા પોલિસે તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)