Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વાંકાનેરનાં જાલસીકા મચ્‍છુ નદી ઉપર પુલ બાંધવા રજૂઆત

ગ્રામ પંચાયતના સરપંચ ડી. કે. ડાંગરની રાજય મંત્રી અને કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવ્‍યા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૪ :.. જાલસીકા - વસુંધરા સંયુકત ગ્રામ પંચાયતના સરપંચ ડી. કે. ડાંગરે રાજયના મંત્રી પુર્ણેશભાઇ મોદી અને કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવીને જાસલીકા મચ્‍છુ નદી ઉપર પુલ બાંધવા રજૂઆત કરી છે.

જાલસીકાથી હોલ માતાજી, હોલમઢ, ગામ, તથા મહિકા ગામ જવાના રસ્‍તા ઉપર મચ્‍છુ નદીનો પ્રવાહ જાલસીકા ગામના પાદરમાં પસાર થતો હોય અને આ નદીઓ ઓળગી ગ્રામજનોને તથા વિદ્યાર્થીઓને મહિકા ગામ તથા અન્‍ય શહેરોમાં અને હોલ માતાજી મંદિર દર્શન કરવા માટે જવું આવવું પડતું હોય પરંતુ દર વર્ષે ચોમાસામાં મચ્‍છુ ૧ ડેમ ઉપરના ઉપરના વિસ્‍તારમાં આવેલો હોય અને આ ડેમ ઓવરફલો સીસ્‍ટમનો હોય જયારે જયારે ચોમાસુ આવે ત્‍યારે - ત્‍યારે ડેમમાં વરસાદી પાણી ભરાય જતા જે તમામ પાણીનો પ્રવાહ આ રસ્‍તા ઉપરથી પસાર થતો હોય તેમજ નદીમાં પૂર આવે ત્‍યારે ઘણી વખત નદીમાં માણસો તથા પશુઓ તણાઇ જવાની શકયતાઓ હોય છે અને આ રસ્‍તા ઉપરથી પસાર થઇ શકાતું નથી આ રસ્‍તો અમારા ગામ માટે તેમજ આજુબાજુના ગામો માટે મુખ્‍ય માર્ગ હોય અને હોલ માતાજી મંદિરે તેમજ મોગલ માતાજી મંદિરે આવતા જતા યાત્રાળુઓને રસ્‍તામાં પાણી આવતા આવવા જવામાં ઘણી મુશ્‍કેલીઓ પડતી હોય તેમજ પાણીના ભયના હિસાબે કોઇ ખેડૂત કે પશુપાલકો પણ નદી ઓળંગી શકતા ન હોઇ જેથી આ રસ્‍તા ઉપર પુલ બાંધી આપવામાં આવે તો અમારા ગ્રામજનોની તકલીફ દુર થાય તેમ છે.

જાલસીકા તથા વસુંધરા, ઘીયાવડ, મહિલા વગેરે મુખ્‍ય પશુપાલન તેમજ ખેતી આધારિત વ્‍યવસાય સાથે જોડાયેલા હોય જેઓને આ નદી ઓળંગી બહુ મુશ્‍કેલી વેઠવી પડે છે તેમજ જાનહાની થવાની પુરેપુરી શકયતા છે.

(12:15 pm IST)