Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

વિસાવદર સમસ્‍ત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ જયંતિની શાનદાર ઉજવણી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદર સમસ્‍ત સિંધી સમાજ ઝુલેલાલ સાંઈ ની ૧૦૭૨મી જન્‍મજયંતિની રંગારંગ-શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડીજેના તાલ સાથે શહેરના મુખ્‍ય માર્ગો ઉપર ‘આયોલાલ ઝુલેલાલ'ના નાદ સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રા દરમિયાન શહેરની વિવિધ સામાજિક સંસ્‍થાઓ દ્વારા શરબત ઠંડાપીણાનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

શોભાયાત્રા પરત ઝુલેલાલ મંદિર ખાતે પરત ફરી જયાં ભજન કીર્તન આરતી સંપન્ન કરી સૌએ પરસ્‍પર શુભેચ્‍છાઓ પાઠવેલ તેમજ સર્વ જ્ઞાતિજનો તેમજ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.આ પ્રસંગે ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા,માનવ સેવા સમિતિ નાં મંત્રી રમણીકભાઇ ગોહેલ,શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રફુલ્લભાઈ જોશી, લલિતભાઈ ધનેશા,તનસુખભાઈએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.માનવ સેવા સમિતિનાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રાનાં માર્ગદર્શન હેઠળ વિસાવદર સિંધી સમાજના પ્રમુખ નંદલાલભાઈ પોપટ, ઉપપ્રમુખ જીતુભાઈ હરવાણી, વિનુભાઈ ટેકવાણી,જે પી છતાણી, ધનશ્‍યામભાઈ ખુહા, દિલીપભાઈ ખુહા, રમેશભાઈ ખુહા,અરવિંદભાઈ ખુહા, ચન્‍દ્રકાન્‍ત ખુહા વિગેરેને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(11:59 am IST)