Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

પોરબંદર : હાથમાં રિવોલ્‍વર રાખી વિડીયો વાયરલ કરવાના ગુનામાં આરોપી જામીનપર

પોરબંદર તા.૪ : હાથમાં રિવોલ્‍વર રાખી વિડીયો ઉતારી સોશ્‍યલ મીડીયામાં  વાયરલ કરનાર યુવતી તથા લાયસન્‍સ વાળુ હથિયાર આપનાર શખ્‍સનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

અત્રે પ્રાપ્‍ત વિગત મુજબ સોશ્‍યલ મીડીયા તથા ન્‍યુઝ પેપરમાં ચર્ચીત થયેલ યુવતી તથા તેને વિડીયોઉતારવા લાયસન્‍સ વાળુ હથિયાર આપનાર વ્‍યકિતની સામે ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં હથિયાર ધારાની કલમ-રપ(૧-બી)(એ) તથા કલમ-૩૦ મુજબના કામે આરોપીઓ સામે ગુન્‍હો દાખલ કરવામાં આવેલો, જે ગુન્‍હાના કામે યુવતી તથા લાયસન્‍સ વાળુ હથિયાર આપનાર શખ્‍સને પોરબંદરની જયુડી. મે.જી. ફ.ક. સાહેબની કોર્ટમાં રજુ કરવામાં આવતા તેઓના વકીલ તરફે કોર્ટમાં જામીન અરજી રજુ રાખવામાં આવેલી અને જેમાં સરકાર પક્ષે આરોપીઓને જામીન મુકત ન કરવાની રજુઆત કરવામાં આવેલી.

ત્‍યારબાદ આરોપીઓ પક્ષે વકીલ શ્રી દ્વારા દલીલો કરતા આરોપીઓ પોરબંદરના સ્‍થાનિક રહીશ હોય, અને કયાંય નાસી ભાગી જાય તેમ ન હોય, અને ટ્રાયલ દરમિયાન કોર્ટમાં પોતે હાજર રહી શકે તેમ હોય વિગેરે વિગતાવર દલીલો કોર્ટમાં રજુ કરતાં કોર્ટે આરોપીઓને શરતોને આધીન જામીન મુકત કરવાનો હુકમ કયો હતો.

આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના ધારાશાષાીશ્રી જે.પી. ગોહેલ ઓફિસ તરથી એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી. જુંગી, વી.જી.પરમાર, પંકજ પરમાર, જીજ્ઞેશ ચાવડા, મયુર સનીયા, રાહુલ એમ. શીંગરખીયા રોકાયેલા હતો.  

(11:47 am IST)