Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

ભુજમાં વિધાનસભા અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં દરિયાલાલ જ્ન્મજયંતીની ઉજવણી

ભુજ ખાતે વી.ડી. હાઇસ્કુલ પાસે જલારામ સર્કલનું ઉદ્દઘાટન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : ભુજ મુકામે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યની ઉપસ્થીતીમાં દરિયાલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આજે  કચ્છમાં સમગ્ર લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આજે ભુજ મુકામે લોહાણા સમાજ ભુજ દ્વારા  દરિયા સ્થાન મંદિરમાં દરિયાલાલની પૂજા કરવામાં આવી અને રવાડી કાઢવામાં આવી હતી. જેમાં  ભાવપૂર્વક લોકો જોડાયાં હતાં. દરિયાલાલને વરુણદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે .

       આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, દરિયા દિલ રાખી  સમાજના  સૌ લોકો દરિયા દેવની પુજા કરે. તેમણે વધુમાં જણાવ્યું  હતું કે,  દરિયાલાલ જન્મજયંતિ નિમિત્તે સમાજના સૌ  લોકો સાથે મળીને આ ઉત્સવ ઉજવીએ.

      આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નિમાબેન આચાર્યનું  લોહાણા મહાજન દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નિમાબેન આચાર્યના વરદ હસ્તે  ભુજ ખાતે વી.ડી. હાઇસ્કુલ પાસે જલારામ સર્કલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેમણે દરેક લોકોને દરિયાલાલ જન્મજયંતીની હાર્દિક શુભેચ્છાઓ  આપી હતી. 

    આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી  ઘનશ્યામભાઇ ઠક્કર, લોહાણા મહાજનના હોદ્દેદારો, દાતા પરિવાર તરીકે શ્રીભરતભાઈ કોઠારી અને હિનાબેન કોઠારી, તેમજ સમગ્ર લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:08 am IST)