Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મીઠાપુરમાં શ્રીરામ જન્મભુમિ નિધિ અભિયાન

 મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર ગામે વિશ્વહિન્દુ પરિષદના નેજા હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઓખા શહેર ભાજપ, યુવા ભાજપ, ન્યુ માર્કેટ ચેમ્બર ઓફ કોમર્સ, મેઇન બજાર ચેમ્બર ઓફ કોમર્સ, સુરજકરાડી ચેમ્બર ઓફ કોમર્સ, ઓખા ન.પા. તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાથે રહીને સુરજકરાડી ઉપખંડ કે જેમાં રર જેટલા ગામડાઓ આવે છે તેમા દરેક ગામડાઓમા પહોચી દરેકે દરેક ઘર સુધી પ્રત્યક્ષ શ્રીરામ જન્મભૂમિ વિશે વિસ્તૃત સમજાવી નિધિ એકત્રીત કરેલ. સતત ૪૫ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં કાર્યકર્તાઓ સારુ ફંડ એકત્રીત કરી કરેલ હતુ.(તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

(11:49 am IST)