Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પોરબંદરની દરિયાઇ સુરક્ષા વધારવા કોસ્ટ ગાર્ડની વધુ એક પેટ્રોલીંગ બોટનું કાલે લોકાર્પણ

પોરબંદર તા. ૪ :.. દરિયા કાંઠાની સુરક્ષામાં વધારો કરવા કોસ્ટ ગાર્ડની વધુ એક પેટ્રોલીંગ બોટ ઇન્ટરસેપ્ટર પ્રકારની સી-૧૬૧ બોટનું આવતીકાલે શુક્રવારે સવારે ૧૦.૧પ વાગ્યે લોકાર્પણ કરાશે.

આ અદ્યતન બોટની ઝડપ ૩પ નોટીકલ માઇલ અને વજન ૧૦૭  ટન છે.  કોસ્ટગાર્ડની જેટી ખાતે યોજાનાર લોકાપર્ણ સમારંભમાં સાઉથ વેર્સ્ટન એર કમાન્ડના  એર ઓફીસર કમાન્ડીંગ ચીફ શ્રી આર. કે. ધીર તથા ગુજરાત પ્રદેશ કોસ્ટગાર્ડના આર. કે. પાલ ઉપસ્થિત રહેશે.

(11:17 am IST)