Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

આઠ દિ' પહેલા આરંભડામાં ઘર ફોડી કરનારા ગામનાજ બે તસ્કરો ખંભાળીયા મુદામાલ વેંચવા આવતા ઝડપાઇ ગયા

ખંભાળીયા તા.૩: દેવભૂમિદ્વારકા જિલ્લાના પોલીસવડા રોહન આનંદ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલે શિયાળાની ઠંડીના તતા નાતાલ,૩૧ ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાને વેકેશન જેવો ફરવાનો માહોલ હોવાથી લોકો તેમના પરીવારો સાથે બહાર ફરવા જતા દરમીયાન તેમના બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીના બનાવો વધારે બનતા હોવાથી સતત પેટ્રોલીંગ રાખી વમશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. સમીર સારડાને સુચના કરતા અલગ અલગ ટીમો બનાવી ઘરફોડ ચોરીઓ શોધી કાઢવા પેટ્રોલીંગ રાખેલ દરમીયાન મીઠાપુર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૩/૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો ગઇ તા.૨૪/૧૨/૨૦૧૭ના દિવસના સવારે ૯ વાગે જેમાં હીરાબેન વીકીભાઇ વિજયભાઇ પીઠડીયા ઉવ ૩૫ રહે. આરભડા, ઇન્દીરાનગર નેવીગઇટ સામે તા.દ્વારકા વાળાના  રહેણાંક મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂ.૩૨૦૦૦ મળી કુલ રૂ.૧,૬૯,૫૦૦ના માલમતાની ચોરી થયેલ તે ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સોનાના દાગીના બે ઇસમો ઇબ્રાહીમ મામદભાઇ બેતારા અને ફિરોજ ઇકબાલભાઇ પઠાણ રહે. આરંભડા ખંભાળીયા સોની બજારમાં વેચવા માટે આવેલ છે. તેવી હકીકત મળતા (૧)ઇબ્રાહીમ ઉર્ફે અભરામ મામદભાઇ બેતારા જાતે ભડાલા ઉવ ૨૨ તથા (૨)ફિરોજ ઉર્ફે ફીરીયો ઇકબાલભાઇ કાયત પઠાણ ઉવ ૨૦ રહે. મીઠાપુર આંખની હોસ્પીટલ પાસે અસલ મુદામાલ (૧)મંગલસુત્ર સાથે તેની પાની ડીઝાઇનની જોડી વજન ૩૩.૪૨૦ ગ્રામ (૨) બે જોડી બુટી સરૂ સાથે વજન ૧૬.૫૬૦ ગ્રામ (૩) હાથમાં પહેરવાનો પોચો (લક્કી જેવો) વજન ૧૦.૪૬૦ ગ્રામ (૪) પહેરવાનો ચેઇન વજન ૯.૪૬૦ ગ્રામ (૫)બે વીટી વજન ૪.૨૦૦ ગ્રામ મળી સોનાના દાગીનાની કુલ કિ.રૂ.૧,૩૭,૫૦૦/- તથા રોકડા રૂ.૧૦૦૫૦/- તથા ચોરીના રોકડા રૂપીયામાંથી ખરીદ કરેલના રૂપીયા આપેલ સેમસંગ કંપનીનો J Next મોડલના મોબાઇલ ફોન કિ.૧૧૦૦૦ તેમજ અન્ય મોબાઇ ફોન-૨ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૫,૫૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે. એલ.સી.બી. દ્વારા અઠવાડીમાં દિવસની ઘરફોડ ચોરીના રીઢા ગુન્હેગારોને પકડી પાડી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢેલ છે. આ બંને પકડાયેલ આરોપીઓ પૂર્વ ઇતિગાસ ગુન્હાહીત છે. અગાઉ ઘરફોડ ચોરી,લુંટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાયેલ છે.

આ કાર્યવાહી PSI એ.એસ.કડછા, ASI અરવિંદભાઇ નકુમ, HC ભરતભાઇ ચાવડા PC ફુલદીપસિંહ જાડેજા ASI.  હબીબભાઇ મલેક, મહેશભાઇ સવાણી, HC અજીતભાઇ બારોટ, મસરીભાઇ આહીર, અરજણભાઇ મારૂ, અશોકભાઇ સવાણી, વિપુલભાઇ ડાંગર, PC પૃથ્વીરાજસીંહ વાઘેલા, હસમુખભાઇ કટારા તથા Dri HC નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા વિગેરે દ્વારા કરવામાં આવેલ.

(12:41 pm IST)
  • બિહારના સમસ્તીપુર શહેરના ગોલા રોડ પરની યુકો બેન્કમાંથી ૮ સશસ્ત્ર લૂંટારૂઓએ 52 લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છુટ્યા : પોલીસે ઘટના સ્થળે પહુચીને તપાસ શરુ કરી : તમામ લૂંટારૂઓ સવારે 10-15 વાગ્યે બાઈક પર બેંકમાં પહોચ્યા હતા. access_time 3:51 pm IST

  • ભારતે લીધો બદલોઃ ૧૦ થી ૧૨ પાકિસ્તાની સૈનિકોને ભારતીય સેનાએ કર્યા ઠારઃ ર પાકિસ્તાની ચોકી પણ ઉડાવી access_time 1:17 pm IST

  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST